ઘડીમાં છાંટણા ઘડીકમાં મૂશળધાર આવે રોજ રોજ તું તો ધોધમાર આવે દમકતી દામિની બની હૈયે યાદોનું વંટોળ લઈ બેસુમાર આવે – જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

ઘડીમાં છાંટણા ઘડીકમાં મૂશળધાર આવે
રોજ રોજ તું તો ધોધમાર આવે

દમકતી દામિની બની હૈયે
યાદોનું વંટોળ લઈ બેસુમાર આવે

હાથ ઉઠાવી તને સાદ શું દીધો !
કોરી લાગણીઓ ભીંજવવા ધમધોકાર આવે

પાથરી લીલીછમ ચાદર છાતી પર
તે સ્પર્શવા તું લગાતાર આવે

તારી અવિરત યાદનો પ્રવાહ પણ એવો
ખોલું સહેજ નયનને ધમાકેદાર આવે

આ વરસાદ ને આંખોનું પાણી ‘પ્રસુન ‘
એકલતાના ઝાપટાં માં ચોધાર આવે

— જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •