કરજણ નદીમાં ઘોડાપુર આવતા સરકારી ઓવારા પાસેનું મંદિર પાણીમાં ગરકાવ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

જિલ્લા કલેકટર સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર નો અર્થ સહિત સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું.

દેડીયાપાડા તાલુકામાં ભારે વરસાદને કાર્યની કરજણ નદીમાં પુર આવતા નદી કિનારાના ખેતરોમાં પાણી ભરાઈ જતા કાંઠા વિસ્તારમાં ખેતી પાકને ભારે નુકસાન.

આજે કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં ઘોડાપુર આવતા રાજપીપળા સરકારી ઓવારા પાસે સિકોતર માતાનું મંદિર અડધું પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. તંત્ર દ્વારા નદીકિનારે ન જવાની સૂચના છતાં કરજણ નદીને સામે કિનારે બે વ્યક્તિઓ ફસાઈ જતા બ્રિજનું કામ ચાલતું હોય ત્યાં બેસી રહેલા જોવા મળ્યા હતા જોકે બંને તરવૈયા હોવાથી પાણી ઓછું થયા બાદ નીકળવા જવાતા સૌએ રાહદારીનો દમ લીધો હતો.
બીજીતરફ નર્મદાના દેડીયાપાડા તાલુકામાં નાની બેડવાણ સહિત આજુબાજુના ગામોમાં ભારે વરસાદને કારણે કરજણ નદીમાં પુર આવતા નદી કિનારાના ખેતરોમાં પાણી ભરાઇ જતા કાંઠા વિસ્તારમાં ખેતીના પાકને ભારે નુકસાન થયાના અહેવાલ છે. મોટાભાગના ખેતરોમાં પાક ધોવાઇ ગયો છે, છોડ ધરાશાયી થઈ ગયા છે, કેટલાક તણાઈ ગયા જતા ખેતીનો પાક નષ્ટ થવાના હોવાથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો.

ડેડીયાપાડા તાલુકા ના અલમાવડી .સેજપુર અને ભાટપુર ગામ ના શંકરભાઇ નરોત્તમ, ગોવિંદભાઈ બુરીયા, મનસુખભાઈ ધરમાં, ગંભીર દેવના ,અને પુનિયા દેવના, ના ખેતર માં કરજણ નદી ના પાણી ફરી વળતા કપાસ અને તુવેર ના પાક ને નુકસાન થયાના અહેવાલ છે આ ખેડૂતો નુકશાની ના વળતરની માંગ કરી રહયા છે

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •