એક સામાન્ય નાગરિક ની મંત્રીઓ ને અપીલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી તથા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ

નમસ્કાર જય ભારત
તમો બધા ને એક સામાન્ય નાગરિક ની
સીટી માં હેલ્મેટ બાબત છૂટ આપવા માટેની નમ્ર વિનંતી અને અપીલ છે
બાકી બધા નિયમ માં જે કાંઈ દંડ ની જોગવાઈ છે તેમાં આમ જનતા ને કોઈ વિરોધ નથી
કારણકે હેલ્મેટ બાબત જે મજબૂરી છે તે એક વાહન ચાલક જ જાણતો હોઈ છે આ નિયમ હાઇવે ઉપર બરાબર છે
બાકી સર્વે નાગરિક ને પોતાની અને પરિવાર ની ચિંતા તો હૉઈ અને પોતાની સેફટી માટે લગભગ 90 થી 95 % લોકો એ પોતાના વીમા તો ઉતરાવ્યાં જ હોય છે મોટાભાગના અકસ્માતો હાઈવે પર થતા હોય છે નહીં કે શહેરમાં શહેરમા થતા અકસ્માતો માટે ત્યાંની વહીવટી સંસ્થાઓની બેકાળજી વધુ જવાબદાર હોય છે શહેરના વિસ્તારોમાં લોકો 40થી વધુ ઝડપે વાહન ચલાવી શકતા નથી શહેર મા થનાર અકસ્માત નું પ્રમાણ કુલ અકસ્માતના 5 ટકા જેટલું પણ નથી
બાકી હેલ્મેટ પહેરી હોય અને અકસ્માત માં તેનું મૃત્યુ થાય તો સરકાર કાઈ એક્સ્ટ્રા વળતર તો આપતી નથી
જ્યારે હેલ્મેટ પહેર્યું હોય ત્યારે પાછળથી આવનાર વાહનો ના હોન નો અવાજ પણ સંભળાતો નથી
બાકી બે દિવસ સીટી માં હેલ્મેટ પહેરી અને વાહન ચલાવો અને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો અનુભવ થશે

નીચે જણાવેલ જગ્યા એ હાજરી આપીતો સામાન્ય નાગરિક ની મજબૂરી નો ખ્યાલ આવે:–
1 કોઈ ના બેસણા કે ઉઠામણા માં જવું
2 લગ્ન કે સગાઈ માં જવું
3 ધાર્મિક મંદિરે દર્શન કરવા જવું
4 પાર્ટી કે ફંકશન માં જવું
5 કોઈ ના મરણ માં આભડવા જવું
6 દવા લેવા દવાખાને કે દવાની દુકાને જવું
7 સંબંધી ની ખબર કાઢવા હોસ્પિટલે જવું
8 તહેવાર ઉપર મેળા માં કે ધાર્મિક સ્થળે ફરવા જવું
9 દુકાનો માં ઘર માટેની ચીજવસ્તુઓ શોપિંગ કરવા જવું
10 શાકભાજી દૂધ જેવી જરૂરી વસ્તુ લેવા જવું
11 આ સિવાય આજુબાજુ ના સેન્ટર માં જોબ માટે રેલવે અથવા એસ.ટી. માં અપ ડાઉન કરતા લોકો જ્યારે પોતાનું બાઈક રેલવે અથવા બસસ્ટેન્ડ ના પાર્કિંગમાં મુકતા હોઈએ ત્યારે હેલ્મેટ નું શુ કરવું કઈ જગ્યાએ મૂકવું સાથે લઈ જવું તેવી મુંઝવણ રહે છે સાથે લઈ જતા કે મુકતા કોઈ જગ્યાએ ભૂલી જવાય તો તે નુકસાની વેઠવી પડે આમ આર્થિક ભાર પડે

ઉનાળાની ૪૦ થી ૪૨ ડિગ્રી ગરમીમાં હેલ્મેટ પહેર્યા પછી કેટલી બેચેની અને ગૂંગળામણ પરસેવો થાય છે તેનો અનુભવ કર્યો છે?😃
તમારે તો મોટર ગાડીઓ માં ફરવાનું હોય છે ગરીબ અને મધ્યમ વર્ગ ટુ વ્હીલર ઉપર જતા હોય છે આવી બધી તકલીફ તેઓ ને ભોગવવાની હોય છે 😀
માટે આ બાબત વિચારણા કરવા વિન્નતી છે અને સામાન્ય પબ્લિક ઉપર ઉપકાર અને દયા કરવા યોગ્ય કરશો❤

આ એક સામાન્ય નાગરિક ની લાગણી અને વ્યથા રજુ કરી છે
ઉપર ની બાબત માં કાયદાકીય રીતે મારા થી કાઈ ખોટું લખાય ગયું હોય તો હું માફી માંગુ છુ🙄😚

જય હિન્દ
વંદે માતરમ🇮🇳🇮🇳✍
તમોને જો મારી આ અપીલ યોગ્ય લાગી હોય તો સોશિયલ મીડિયામાં તમારા દરેક ગ્રુપમાં શેર કરી સાથ સહકાર આપવા વિનંતી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •