અહો આશ્ચર્યમ : અણીદાર બ્રિજ… આજે હું વાત કરી રહ્યો છું નડીઆદ માં આવેલ અણીદાર ફલાયઓવર બ્રિજની😃- જયેશ મકવાણા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

અહો આશ્ચર્યમ : અણીદાર બ્રિજ…

આજે હું વાત કરી રહ્યો છું નડીઆદ માં આવેલ અણીદાર ફલાયઓવર બ્રિજની😃😃😃😃.
આટલા વર્ષોના જીવનમાં મિત્રો તમે જોયો હોય તો ખબર નહિ પણ મેં તો પહેલોવાર જોયો આવો બ્રિજ કે જેમાં મધ્યમાં જ્યાં વળાંક આવે ત્યાં ત્રિકોણ આકાર અર્થાત અણી નીકળી હોય એવો ફલાયઓવર નડીઆદ બાયપાસ રોડ પર કમળા ચોકડીથી ડભાણ ચોકડી વચ્ચે આવેલ છે અને નીચેથી મુખ્ય રેલલાઈન પસાર થાય છે.બીજું કે એની ગુણવત્તા પણ બહુ જ ઉચ્ચ કક્ષાની છે કેમ કે હજી 6 કે 7 મહિના નથી થયા ને ઓવરબ્રિજ અને તેને સંલગ્ન બનાવેલ ડામર રોડ ને ઠેરઠેર ખાડા પડી ગયા છે
એટલે કે જે તે કોન્ટ્રાક્ટરે બરોબર દવા ન કરી તો રોડ અને ઓવરબ્રિજ ને ઇન્ફેકશન લાગતા ઠેરઠેર ગૂમડાં નીકળ્યા છે..હવે તમે જ નક્કી કરજો કે ક્યાંક ચન્દ્રયાંન ને લીધે તો આ નહિ થયું હોય ને ?? ફોટો જુઓ
રોડ તો સરખો અપાતો નથી ને પાછા હાલી નીકળ્યા દંડ વસૂલવા,હવે આ ઘાલમેલ વાળા રોડનો દંડ પ્રજા કોની પાસે લે ?

— જયેશ મકવાણા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •