સોમવારે નર્મદા ડેમ ના દરવાજા ખોલવાના હોવાથી પ્રવાસીઓ આ નજારોજોઈ શક્શે- નિલેશ દુબે-મદદનીશ કમિશ્નર – જ્યોતિ જગતાપ, રાજપીપળા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ વિશેષ સમાચાર

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી
સોમવારે પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

આવતીકાલે તારીખ 19 /8 /2019 સોમવાર દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. પરંતુ આ દિવસે સરદાર સરોવર ડેમના દરવાજા ખુલ્લાના હોય જાહેર જનતાને નિહાળી શકે તે માટે માત્ર સરદાર સરોવર ડેમની મુલાકાત થઇ શકે તેવું આયોજન ગોઠવવામાં આવે છે. પ્રવાસીઓ શ્રેષ્ઠ ભારત ભવન સ્ટેચ્યુ હેલીપેડ, વેલી ઓફ ફ્લાવર ખાતે આવેલ ટિકિટ કાઉન્ટર ઉપર થી રૂ.50 ની ટિકિટ માત્ર સરદાર સરોવર ડેમ માટે ખરીદીને પોઇન્ટ નંબર-1 સુધી જઈ શકશે અને સરદાર સરોવર ડેમ નિહાળી શકશે.
જાહેર જનતાને આ વ્યવસ્થાનો લાભ લેવા મુખ્ય વહીવટી અધિકારી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી એક અખબારી યાદી મારફતે અનુરોધ કરવામાં આવેલ હોવાનુ સત્તાવાર યાદીમા
કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી મદદનીશ કમિશનર નિલેશ દુબેએ જણાવેલ છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •