વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં હિતેશ ભટ્ટની સિદ્ધિ

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

હિતેશ ભટ્ટને ફોટોગ્રાફનો શોખ ઘણા સમયથી છે. પોતાના આ શોખને તેમણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી તરફ વાળ્યો. ગુજરાત રાજ્યના જૂદા જૂદા સ્થળો જેવાકે જેસોર, બનાસકાંઠા, નળસરોવર, સાણંદ-થોર, વેળાવદર, ભાવનગર અને કચ્છમાં તેમણે ફોટોગ્રાફી કરી છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી અને કેટલીક વાર તો મધ્યરાત્રી સુધી ફોટોગ્રાફી કરી છે. તેમની મહેનત અને તેમની સુંદર ફોટોગ્રાફીના કારણે ગુજરાત સરકારના થોર ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને બેસ્ટ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત તેમણે લીટલ રણ ઓફ કચ્છમાં 3 ડિસેમ્બરના રોજ બર્ડ સેન્ચ્યુરીની ફોટોગ્રાફી છ કલાક સુધી કરી હતી. જેમાં તેમણે ઉત્તર અમેરીકાના પક્ષી શાહિન જે કચ્છમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી જોવા મળે છે, તેના ફોટા પાડ્યા હતા. તેમણે આ પક્ષીનો ફોટો કલકત્તામાં 3-4 માર્ચના દિવસે યોજાયેલા વાઇલ્ડ લાઇફ ડેના નેશનલ લેવલના એક્ઝિબિશનમાં મોકલ્યો હતો. નેશનલ લેવલે યોજાયેલ સન્સ સેડો સોસાયટી 2019ના સેકન્ડ ફોટોગ્રાફી એક્ઝીબિશનમાં તેમની શાહિન પક્ષીની ફોટોગ્રાફી પસંદગી પામી હતી અને તેમને સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું છે.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •