રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારમાં નવા ફળિયાના ઘરોમાં પાણી ભરાયા.- રીપોર્ટ : જ્યોતિ જગતાપ.રાજપીપળા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

7 ફૂટ પાણી ભરાતા નદી જેવું દ્રશ્ય સર્જાયું.

રાજપીપળા કબ્રસ્તાન વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા પાણી કાઢવા પાલિકા તંત્ર કામે લાગ્યું.

નગરપાલિકાના ચીફ ઓફિસરે મુલાકાત લીધી

રાજપીપળા, તા. 4

નર્મદા ના વડામથક રાજપીપળા માં સતત બે દિવસથી એકધારો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ગઈકાલે આખી રાત મુશળધાર વરસાદ પડતા રાજપીપળામાં ચાર ઇંચ વરસાદ ખાબકતા રાજપીપળા જળબંબાકાર થઇ ગયું હતું. જેમાં રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારમાં નવા ફળીયા ઘરોમાં પાણી ભરાયા હતા. દશામાના મંદિરની પાછળના વિસ્તારમાં નવા ફળીયામાં 7 ફૂટ જેટલા પાણી ફરી વળતાં મોટાભાગના ઘરોમાં પાણી ઘુસી જતા આખી રાત લોકોએ પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરી હતી. મોટા ભાગની ઘરવખરી સામાન પડી જતાં તથા તણાઇ જતા લોકો ને ભારે નુકસાન થયાના અહેવાલ છે. આજે લોકોએ ઘરમાં ઘૂસેલા પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરી હતી. શેરીઓમાં 7 ફૂટ પાણી ભરાતા નદી જેવું સર્જાયું હતું. જોકે રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર ઘટનાસ્થળની મુલાકાત લઈ કામગીરી હાથ ધરી હતી.
તો બીજી તરફ રાજપીપળા કબ્રસ્તાન વિસ્તારના નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેને નગરપાલિકાના કામદારોએ પાણીનો નિકાલ કાઢવા અને કામગીરી હાથ ધરી હતી.
રાજપીપળા નગરમાં સ્ટેશન રોડ પર તથા રાજેન્દ્રનગર સોસાયટીમાં પાણી ભરાતા તળાવના દ્રશ્યો સર્જાયા હતા. મોટાભાગના ખેતરોમાં પાણી ભરાતા ભરે નુકસાનના અહેવાલ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •