” મને પાકી ખાતરી હતી કે તું ” Love u 2 ” લખીને રીપ્લાય આપીશ જ પણ તે મારા ” Love U ” ના મેસેજ નો જવાબ જ ના આપ્યો ??? ” – હિતેશ રાઈચુરા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

” મને પાકી ખાતરી હતી કે તું ” Love u 2 ” લખીને રીપ્લાય આપીશ જ પણ તે મારા ” Love U ” ના મેસેજ નો જવાબ જ ના આપ્યો ??? ”
આ વાત ને લઈને હમણાં એક મિત્રને એની પત્ની સાથે લગ્નના ૧૭માં વર્ષે મીઠો જગડો થયો…
ત્યારે મિત્રએ મને પૂછ્યું કે હવે કેમ મનાવવી એને ?
મે કહ્યું કે એક મેસેજ લખ…
” હા મે તને Love u 2 ના લખ્યું એ મારી ભૂલ જ છે પણ અનિવાર્ય સંજોગો ના લીધે મગજ બીજે ફરતું હતું તો ભુલાઈ ગયું કે પછી લગ્ન ના આટલા વર્ષે આ જવાબ આપવો જ એવું અનિવાર્ય ના લાગ્યું એટ્લે આળસ માં ગયું પણ આપણો પ્રેમ શબ્દો નો મોહતાજ ક્યારથી થઈ ગયો એ ના સમજાણુ મને…
ઘર માં ઘટતી દરેક વસ્તુ અચૂક યાદ કરી ને લઈ આવું છું એ Love u 2 થી ઓછું છે ?
બાળકો ને પ્રેમ સાથે સારી પરવરીશ આપું છું એ Love u 2 થી ઓછું છે ?
પરિસ્થિતી ના હોવા છતાં શકય હોય ત્યાં સુધી બ્રાંડેડ વસ્તુઓ જ ઘર માં લાવું છું એ Love u 2 થી ઓછું છે ?
ક્યારેય મારી આર્થિક કે માનસિક સ્થિતિ વિષે તને વાકેફ કરીને ડિસ્ટર્બ નથી કરી એ Love u 2 થી ઓછું છે ?
હજુ આવા બીજા ઉદાહરણ આપી ને મિત્ર ની વાઈફ ને મનાવી લીધી પણ મારુ મગજ વિચારતું થઈ ગયું…
મિત્રો આપણું SUBCONSCIOUS MIND છુપાયેલા ખજાના જેવુ છે…
જેમ કસ્તુરી મૃગ કસ્તુરી શોધવા આમતેમ ફર્યા કરે છે જ્યારે કસ્તુરી તો એની નાભી માં જ હોય છે એવી જ રીતે માણસ પોતાના દુખનું નિરાકરણ બહાર શોધ્યા કરે છે અને શબ્દો થી એને હળવું કરવા મથ્યા કરે છે જ્યારે એ બધુ સોલ્યુશન તો એની અંદર જ હોય છે…
આપણું મન એક બગીચા જેવુ છે અને આપણે છીયે માળી…
ફૂલ તો એની મેળે ઊગશે જ પણ આપણે માળી તરીકે એક જ ધ્યાન રાખવાનું છે કે એમાં કાંટાળા જંગલી છોડ ના ઊગી જાય બસ…
પોઝિટિવ વિચાર ની સાથે સાથે પોતાના અંગત ને માફ કરવાની વૃતિ પણ ખાસ રાખવી જોઈએ…
ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે…
તમે કોઇને માફ નથી કરતાં ત્યારે તમારી જાતનો અંકુશ તે વ્યક્તિના હાથમાં આવી જાય છે, જેણે તમારો અપરાધ કર્યો છે.
જેવા સાથે તેવા થવાની, અપરાધીને સજા કરવાની અને તેને દેખાડી દેવાની ભાવના તમારા હૃદયમાં સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને તમે આ ભાવનાના ગુલામ બની જાઓ છો…
આજકાલ હતાશા અને ડિપ્રેશન જેવી જે બીમારીઓ પેદા થાય છે તેની પાછળ આવા વેરનો ઇતિહાસ હોય છે.
આજે જેટલા પણ મનોરોગો જોવા મળે છે, તેના મૂળમાં આ સંઘરી રાખવામાં આવેલો રોષ છે. જે ક્ષણે આપણે આ ગુસ્સાથી મુક્ત થઇએ છીએ ત્યારે આપણે આપણી જાતે જ સાજા થઇ જઇએ છીએ.
મિત્રો સપ્તરંગ ની બનેલી આ દુનિયામાં ઈશ્ર્વરે કોઈનાં પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા…
દરેક ના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે.
જે ખૂટે છે, એ મેળવવાના પ્રયાસ – એનું નામ જ “જીવન”..
સરળતાથી જીવન જીવો તો સ્વર્ગ અહી જ છે…
મારી ઓફિસમાં એક પટાવાળો છે.
તેના કામ માં આપણે ભૂલો કાઢીએ તો તેનું દર વખતનું એક જ વાક્ય….
“સાહેબ બવ બારીકાઈથી જોઈએ ને, તો બાયુમાં ય મૂછું દેખાય…!
વાતેય સાચી છે ને ??? – હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •