નાંદોદના બોરીદ્રા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો જન્મદિવસ ગ્રામજનોએ અનોખી રીતે ઉજવ્યો. બોડીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં 1100 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું. – રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા

ગુજરાત ભારત સમાચાર

નાંદોદના બોરીદ્રા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો જન્મદિવસ ગ્રામજનોએ અનોખી રીતે ઉજવ્યો હતો. જેમાં બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 1100 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગમાં ગામના સરપંચ અલિન્દા વસાવા ભગવાનદાસ પટેલ, રાષ્ટ્રીય યુવા સંગઠન દક્ષિણ ગુજરાત અધ્યક્ષ નિરંજનભાઇ વસાવા, કેયુરભાઈ ગાંધી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચે મુખ્યમંત્રી નો પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે મારે આપ સર્વને એક સંદેશ આપવો છે કે તમે પણ આપણી આવનારી પેઢી માટે દરેક વ્યક્તિ પોતાના વિસ્તારમાં વૃક્ષો રોપી ભવિષ્ય માં આવનારી ગ્લોબલ વોર્મિંગ તેમજ કુદરતી તકલીફોથી પોતે તેમજ તમારા પર પોતાના બાળકોને આવનારા દિવસોમાં જે તકલીફ પડવાની છે, તે માટે આપ સર્વ ભાઈઓ બહેનો એક વૃક્ષો છે એવી વિનંતી કરી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •