ગાંધીનગર ની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આરોગ્ય રૂપી ધન સાચવવા અને તેને વધારવા બાળકોને ” સુવર્ણ પ્રાશન” કરાવવામાં આવ્યું હતું. – વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

આમતો પુષ્યનક્ષત્રના દિવસે સોનુ ખરીદવાનો રિવાજ છે પણ આજે પુષ્યનક્ષત્રના પવિત્ર દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સેક્ટર 22 ખાતે આરોગ્ય રૂપી ધન સાચવવા અને તેને વધારવા
“અગાદાગાત્સમ્ભવસિ હ્રદયાદભિજાય,
આત્મા વૈ પુત્રનામાસી સજીવ શરદો શતમ!
શતાયુ શતવર્ષાસી દીર્ઘમાયુ રવાપનુંહિ,
નક્ષત્રામિ દિશો રાત્રિરહશ્ચ ત્વભિરક્ષતું!! ના શ્લોક સાથે બાળકોને ” સુવર્ણ પ્રાશન” પીવડાવામાં આવ્યું.ખૂબજ મોટી સંખ્યામાં બાળકોને તેમના વાલીઓ આ આયુર્વેદ પ્રાશન માટે લઈ આવ્યા હતા.વૈદ્ય ધરા જાદવ,વૈદ્ય મીરા રાજ્યગુરૂ, વૈદ્ય મહેશ પરમાર તથા હેડ નર્સ પંડ્યાબેન દ્વારા બાળકોને સુવર્ણ પ્રાશન કરાવવામાં આવ્યું હતું.વૈદ્ય રાકેશ ભટ્ટે મેડિકલ ઓફિસરશ્રીઓ,સ્ટાફ અને જાગૃત વાલીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •