કરજણ ડેમના એક સાથે છ (6 )ગેટ ખોલાયા. કરજણ ડેમમાં 227000 ક્યુસેક પાણીની ભારે આવક થતા કરજણ નદીમાં 70000 ક્યુસેક પાણી છોડાયું.- રિપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપળા

ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

કરજણ ડેમ 70% ઉપર ભરાતા ચાલુ સિઝનમાં પહેલી વાર કરી તેમને એલર્ટ જાહેર કરાયો.

કરજણ ડેમની સપાટી 107.5 50 મીટર પહોંચી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની ભારે આવક.

કરજણ નદી બે કાંઠે વહેતી થતા કરજણ નદીમાં પાણી જોવા રાજપીપળામાં ઘોડાપૂર ઉમટ્યા.

કરજણ નદીના ઓવારે પબ્લિક નો ઘસારો વધતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

કરજણ ડેમમાંથી કરજણ નદીમાં છોડાયેલું પાણી રાજપીપળા, બદામ, હજારપુરા, ધમનાછા અને ધનપોર માંથી પાણી વહેવા માંડતા કુલ છ ગામોને એલર્ટ
કરાયા.

રાજપીપળા, તા.4

નર્મદામાં છેલ્લા એક સપ્તાહથી સતત એકધારા વરસાદે ભારે વરસાદને પગલે હાલ નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે જેના પગલે આજે દેડીયાપાડા અને સાગબારાના ઉપરવાસમાં ભારે વરસાદ અને કરજણ ડેમનું રુંડલેવલની સપાટી વટાવી જતાં આજે ચોમાસુ સિઝનમાં પહેલી વાર ડેમ સત્તાવાળાઓને કરજણ ડેમમાંથી કરજણ નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. જેમાં આજે સવારથી જ કરજણ ડેમમાં પાણીની સતત આવક વધી જતાં જ સવારે કરજણ ડેમના ચાર ગેટ ખોલી કરજણ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં કરજણ ડેમમાં 2, 27,000 પાણીનો ભારે આવક થતા કરજણ નદીમાં 70000 ક્યુસેક પાણી છોડાયું હતું. એમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આજે કરજણ ડેમના 2, 4, 5, 6, 8 અને 9 નંબરના કુલ 6 ગેટ 2.40 મીટર પહોળા ખોલી કરજણ નદીમાં 70000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને કારણે આજે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ હતી પાણી છોડાતા આજે નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ સર્જાતા કરજણ કીનારાના ખેતરોમાં પાણી માં ડૂબી ગયા હતા.
કરજણ ડેમ 70% ઉપર ભરાતા ડેમ 71.66%ભરાઈ જતા કરજણ ડેમની ચાલુ સિઝનમાં પહેલી વાર એલર્ટ સ્ટેજ પર જાહેર કરાયો હતો. જેના પગલે કરજણ ડેમ પર જિલ્લા કલેકટર આઈ કે પટેલ, નાયબ કલેકટર વ્યાસ, પ્રાંત અધિકારી તથા ડેમના ઇજનેરે એવી મહાલે તથા ડેમનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ડેમને છેલ્લી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ડેમ સત્તાવાળાઓ પહોંચી ડેમની સ્થિતિ નું સ્થળ પર મોનીટરીંગ કર્યું હતું.
આજે પહેલીવાર કરજણ નદીમાં પાણી છોડાતા કરજણ નદી બેઉ કાંઠે વહેતી થતા કરજણ નદીમાં પાણી જોવા રાજપીપળામાં ઘોડાપૂર ઊમટ્યા હતા. લોકો છોડેલું પાણી જોવા ટોળે ટોળા ઉમટતાં ઓવારે દોરડા બાંધી ઓવારા ના પગથિયાં ડૂબી જતા લોકોને નીચે ઉતરવા પર પ્રતિબંધ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કરજણ ડેમમાં સતત પાણીની આવક વધતી જતી રહે છે. કરજણ ડેમની સપાટી 107.49 મીટર પહોંચતા ડેમ ની સતત વધતી જતી સપાટી પર સત્તાવાળાઓ સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.
કરજણ ડેમમાંથી કરજણ નદીમાં છોડેલું પાણી રાજપીપળા, બદામ, હજારપુરા, ધમનાછા અને ધનપુર માંથી વહેતા પાણીમાં રહેતા કુલ છ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને આ ગામોને માછીમારી માટે કે નદીમાં ન જવા ચેતવણી અપાઈ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •