અધ્યાત્મ વિદ્યામંદિર ,ત્તત્વતીર્થનાં આંગણે બાળકોનાં ભાવિનાં ઘડતર અંગે ચાલતી સુંદર ધાર્મિક પ્રવૃત્તિઓ. – પાર્થિવી અધ્યારુ શાહ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આજનાં કોમ્પ્યુટર ગેમ્સ અને ઈન્ટરનેટ પ્રત્યે ઢળેલા બાળકો જ્યારે આવી ગીતા મુખપાઠ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળેલા દેખાય ત્યારે થાય કે સતયુગ ક્યાંક ક્યાંક હજુ જીવંત છે !
સ્વામી શ્રી વિદિત્ત્માનંદજીની નિશ્રામાં થઈ રહેલા આવા ઉત્તમ કાર્યો એ આવતી પેઢી માટે એક આધારસ્તંભનું કામ કરી રહ્યાં છે .

ત્તત્વતીર્થનાં કેટલાંક સાધકો આ કાર્ય દ્વારા ભાવિ પેઢીનાં સુંદર નિર્માણ માટે જાણે શિલ્પકારનું કામ કરી રહ્યાં છે !

વર્ષોથી ચાલી રહેલી આ સુંદર પ્રવૃત્તિથી કેટલાંય બાળકોને લાભ મળી રહ્યો છે અને હવે આ સોશ્યિલ મિડિયા થકી આવા કામને વેગ મળે તે પણ એટલી જ મહત્વની વાત બની રહે છે .
આવતીકાલની પેઢીનું ઘડતર આપણાં હાથમાં છે અને એ માટે આવા ધાર્મિક સંસ્થાન દ્વારા થઈ રહેલાં કાર્યોને વેગ મળવો જરુરી છે .

પરમ પૂજ્ય સ્વામી શ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજીનાં પાવન સાન્નિધ્યમાં તારીખ 31 ઓગસ્ટ, 2019 – શનિવારનાં દિવસે બપોરે 4.30 થી 8 દરમિયાન અધ્યાત્મ વિદ્યામંદિર , રવિજા કોમ્પલેક્સની બાજુમાં , થલતેજ – શીલજ રોડ ,થલતેજમાં આવેલા ત્તત્વતીર્થ આશ્રમમાં ગીતા મુખપાઠ કસોટી યોજાશે. બાળકોમાં નાનપણથી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા પ્રત્યે રુચિ જન્મે, સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ જન્મે તે ઉદ્દેશ્યથી આ સુંદર પ્રવૃત્તિ થઈ રહી છે.
અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી લગભગ 15 જેટલી સ્કૂલનાં ધોરણ 3 થી 9 નાં લગભગ 600 વિદ્યાર્થીઓએ આ હરિફાઈમાં ભાગ લીધો છે. ગીતા મુખપાઠ કસોટી – અધ્યાય 7 ની આ અંતિમ સ્પર્ધા દરેક સ્કૂલનાં વિજેતા કુલ 210 વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઇ રહી છે. સ્પર્ધાને અંતે બાળકોને *પૂજ્ય સ્વામીજીનાં વરદ હસ્તે* પારિતોષિક એનાયત કરવામાં આવશે.
બાળકોને પ્રોત્સાહિત કરવા તત્ત્વતીર્થમાં પધારવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. હરિ: ૐ

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •