હરેન પંડ્યા કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને ફેરવ્યો, કુલ 12 માંથી 7 આરોપીઓને આજીવન કેદ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત રાજનીતિ સમાચાર

ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં શુક્રવારે કેન્દ્રિય અન્વેષણ બ્યૂરો (સીબીઆઈ)ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને પલટતા સાત આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2003ના હરેન પંડ્યા હત્યાકાંડના તમામ 12 આરોપીઓને હત્યાના આરોપમાંથી છોડી મૂક્યા હતા.

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસ મામલે સીબીઆઈ અને ગુજરાત સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. જ્યારે એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સની ફેર તપાસની માંગ ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે 2011માં 12 આરોપીઓની દોષમુક્ત જાહેર કર્યા હતા. જેને પગલે ગુજરાત સરકાર અને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.સોર્સ.વાઇરલ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •