સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૯મી જન્મતિથીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી : તસ્વીર. વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે:- શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૯મી જન્મતિથીએ વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ શ્યામાપ્રસાદ મુખરજીને ભાવાંજલિ આપતાં કહ્યું કે, કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે અને સ્વ. શ્યામાપ્રસાદજીના સપના પ્રમાણે ૩૭૦મી કલમ અને ૩પ-એ દૂર થાય તેવી દેશની જનતાની ભાવના સાકાર થાય એ દિવસો હવે દૂર નથી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ સ્વ. શ્યામાપ્રસાદજીને આ જ સાચી શ્રધ્ધાંજલિ હોઇ શકે.

તેમણે કાશ્મીર માટે સંઘર્ષરત રહેલા સ્વ. મુખરજીની વંદના કરતા એક ભારત શ્રેષ્ઠ ભારત બને તેવી સંકલ્પના પણ વ્યકત કરી હતી.

વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્યો, અગ્રણીઓએ પણ સ્વ. મુખરજીને આદરાંજલિ પાઠવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •