સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમના તિલકવાડામાં દારૂના રેડ બાદ તિલકવાડાની સ્થાનિક પોલીસ એક્શનમાં!રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

તિલકવાડા પોલીસે 3,28, 800/-નો દારૂ સાથે ફોરવીલ સાથે 15 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
બંને ગાડીઓમાંનો કુલ વિદેશી દારૂની બોટલો નંગ-2,484 કિં.રૂ.3,28,800/- વગર પાસ પરમીટનો દારૂ પકડાયો બે કાર પણ કબજે.
પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતાં ખાડી કોતરો પાછળ ગાડી મુદ્દામાલ મૂકી આરોપીઓ અંધારામાં ફરાર થઇ ગયા.

સ્ટેટ વિજિલન્સ ગાંધીનગર ની ટીમના તિલકવાડામાં દારૂની રેડ પાડી સ્થાનિક પોલીસને ઊંઘતા ઝડપાયા બાદ તિલકવાડા ની સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી, અને તિલકવાડા પોલીસે 3, 288,00/- દારૂ સાથે ફોરવીલ સાથે 15 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
આ અગાઉ નર્મદાના તિલકવાડા વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમે અગર ગામ પાસેથી ટેમ્પામાં ચોરખાનું બનાવી લઇ જવાતો પરપ્રાંતી દારૂનો મોટો જથ્થો પકડયો હતો, હવે તિલકવાડાની સ્થાનિક પોલીસે રેડ પાડી હતી.

જેમાં તિલકવાડા પોલીસને બાતમી મળી હતી કે નસવાડી તરફથી ક્લેડિયા થઇ વાયા વજેરિયા તરફથી વડોદરા તરફ બે ખાનગી ગાડીઓ નીકળનારછે. જેની તિલકવાડા પોલિસ સ્ટાફે ઉતાવળી ચોકડી વોચગોઠવી દીધી હતી. જ્યારે વજેરિયા તરફથી આવતી બે ખાનગી ફોરવીલર જોઈ પોલીસ સ્ટાફ ને દૂરથી જોઈ જતા રિવર્સ મારી ગાડીઓ પલટાવી ઉધઈમાડવા ગામની સીમમાં ભાગવા જતા પોલીસે ફિલ્મીઢબે ગાડીનો પીછો કરતા ખાડી કોતરો પાછળ ગાડીઓ મૂકી આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગવામાં સફળ રહયા હતા.ગાડીનો દરવાજો ખોલીને તપાસ કરતા કાગળના પૂંઠાની અંદર દારૂની પેટીઓ ભરેલી હતી તેનાઉપર કાળું કપડુ ઢાંકેલું હતું. ગાડીનો નંબર જોતા જી જે ૧૬ સી બી ૫૫૭૧ લખેલો હતો .અંદર જોતા રાખોડી કલરની મારૂતી સુઝુકી કંપની એસ કૉસ ગાડી જેમાં અંદરના ભાગે જોતા આર.સી.બુકમાં જોતા રજનીકાંન્ત રમણભાઈ પટેલ નામ જણાયેલ . બન્ને ફોર વ્હીલર ગાડીઓ મુકી નાશી ગયેલ જેથી બન્ને ગાડીમાંનોકુલ વિદેશી દારુની બોટલો નંગ- ૨૪૮૪ કિં.રૂ 3,૨૮,૮૦૦/- નો વગર પાસ-પરમીટનો ગેરકાયદે
રાખી તથા બે ફોર વ્હીલ ગાડી
કુલ કિં.રૂ ૧૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ ૧૫,૨૮,૮૦૦/-નો મુદામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •