વ્યથિત થઈ જવાય છે એ લોકોને જોઈને… જે વડીલોના ગયા પછી ધૂપ કરતા હોય છે… અને હયાત હોય ત્યારે ચૂપ કરતા હોય છે…- હિતેશ રાઈચુરા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

વ્યથિત થઈ જવાય છે એ લોકોને જોઈને…
જે વડીલોના ગયા પછી ધૂપ કરતા હોય છે…
અને હયાત હોય ત્યારે ચૂપ કરતા હોય છે…
પહેલાના અભણ લોકો એક સંપ થઈ ને રહેતા હતા અને આજે વિખેરાયેલા પરિવારો માં ભણેલા લોકો જ જોવા મળે છે 😔😔
પહેલા મેકઅપ નોતા થાતાં એટ્લે જ કદાચ બ્રેકઅપ નોતા થાતાં…
મિત્રો તમારા ઘર માં જો કોઈ વૃધ્ધ વ્યક્તિ હોય ને તો ભગવાન ની મુર્તિ ના રાખો ને તો પણ પાપ નથી લાગતું…
મારુ માનો તો દરરોજ ઘર માં રાત્રે એક કુટુંબ સભા કરો….
ઘર ની વ્યક્તિ સાથે મતભેદ કે મનભેદ હોય તો દૂર કરો…
એકબીજાને સમજો…..મન નું મૂકો….
દરેક વ્યક્તિ એ આ નાની કવિતા મન માં બોલી લેવી જોઈએ…
હું રિસાયો…તમે પણ રિસાયા…
તો પછી આપણ ને મનાવશે કોણ ?
આજે તિરાડ છે..કાલે ખાઈ બની જશે
તો પછી તેને ભરશે કોણ ?
હું મૌન…તમે પણ મૌન…
તો પછી આ મૌન ને તોડશે કોણ ?
નાની નાની વાતો ને દિલથી લગાવીશું..
તો પછી સંબધ નિભાવશે કોણ ?
છુટા પડીને દુઃખી હું અને દુઃખી તમે પણ,
તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?
ના હું રાજી..ના તમે રાજી..
તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?
યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે..
આપણને ધૈર્ય આપશે કોણ ?
એક અહં મારો…એક તારી અંદર પણ..
તો પછી આ અહં ને હરાવશે કોણ ?
જિંદગી કોને મળી છે હંમેશ માટે..
તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?
આપણા બન્નેનાં મરી ગયા પછી…
આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?
એટલે જ
એકબીજા નું માન રાખો…
ભૂલો ને ભૂલી જાવ..
ઈગો ને એવોઇડ કરો.
જિંદગી જેટલી બચી છે..હસતાં હસતાં પુરી કરો.
નમ્ર વિનંતિ છે :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે:-
આના માટે દરરોજ રાત્રે કુટુંબ સભા કરવી જોઈએ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •