રાજપીપલામાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે “ફર્સ્ટ એઇડ” (પ્રાથમિક સારવાર) ની યોજાઇ તાલીમરિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ

આપત્તિ સમયે જરૂરી સાવધાની રાખવાની સાથે જુદી જુદી ઘટના સંદર્ભે બચાવ અંગે
બાળકોને પ્રત્યક્ષ-નિદર્શન થકી અપાઇ સમજૂતી

નર્મદા જિલ્લા બાળ સરક્ષા એકમનાં બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારના નેતૃત્વ હેઠળ રાજપીપલામાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે તાજેતરમાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસનાં સંકલન થકી સંસ્થાના બાળકો માટે બાળ કલ્યાણ સમિતિના સભ્ય રાજેશભાઇ માલી અને શ્રીમતી અશ્વિનાબેન શુક્લાના મુખ્ય અતિથીપદે ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) ની તાલીમ યોજાઇ હતી.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમાર સહિત ઉક્ત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસના પાયલોટશ્રી ગણપતસિંહ ગોહિલ, મેડિકલ ટેકનીશીયન સરોજબેન રાવલ અને હેતલબેન તડવી દ્વારા બાળકોને આપત્તિ સમયે કેવા પ્રકારની સાવધાની રાખવી જોઇએ તેની વિસ્તૃત જાણકારી સાથે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં બાળકોને ગંભીર ઇજા થઇ હોય ત્યારે શું કરવું ?, બાળકોને અશક્તિ, ખેંચ વગેર આવે ત્યારે શું કરવું ?, ફાયર ફાઇટર્સનો ઉપયોગ આપત્તિ સમયે કેવી રીતે કરવો ?, મેડીકલ કીટના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો? તેની જાણકારીની સાથોસાથ સંજીવની વાન વિશે પણ માહિતી પૂરી પાડવા ઉપરાંત ૧૦૮ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અંગે પણ બાળકોને પ્રત્યક્ષ-નિદર્શન રજૂ કરીને પ્રોત્સાહિત કરાયાં હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *