મળ્યો ના કાન્હો રાધાને તોય શું મંદિરે તો બંને સાથે જ પૂજાય છે જે આપે જ તેને ક્યાં કંઈ મળતું? નદી પાણીમાં ક્યાં કદી ન્હાય છે -મિત્તલ ખેતાણી.રાજકોટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

હોય એવું ક્યાં કદી દેખાય છે

રહીરહીને એવું સમજાય છે
હોય એવું ક્યાં કદી દેખાય છે

વાત જે મિત્રને કહી ગુપ્ત રાખવા
એ જ ચોરે ને ચૌટે ચર્ચાય છે

વિકલ્પો તો મળે અનેક જીવનમાં
અસલની ખોટ ક્યાં કદી પૂરાય છે

જે ના સમજાયું બાપની સોટીથી
બાપ બન્યાં પછી એ સમજાય છે

મળ્યો ના કાન્હો રાધાને તોય શું
મંદિરે તો બંને સાથે જ પૂજાય છે

જે આપે જ તેને ક્યાં કંઈ મળતું?
નદી પાણીમાં ક્યાં કદી ન્હાય છે

-મિત્તલ ખેતાણી.રાજકોટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •