બોરસદની સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદનાં બાળકો માટે મેળા નું આયોજન કરાવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ

બોરસદ સ્થિત સેવાકીય સંસ્થા સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ છેલ્લા ૧ વર્ષ થી “સાથી મનોદિવ્યાંગ શાળા”નાં માધ્યમથી મતિમંદ દિવ્યાંગ બાળકોની નિઃસ્વાર્થ ભાવે સેવામાં પ્રવૃત છે. બોરસદ અને આંકલાવ તાલુકામાં આ એકજ આવી દિવ્યાંગ શાળા છે. જે મનોદિવ્યાંગ બાળકોનું પુનઃસ્થાપનની વ્યવસ્થા ઉભી કરેલ છે. આજ રોજ બોરસદ શહેરમાં આવેલ ફન ફેરમાં અમારી શાળાનો બાળક મારુ ભવ્ય નાંવાલીશ્રી રાધુ ભાઈ નાં સહયોગથી શ્રી ઝાકિર ભાઈ જે આ ફેન-ફરનાં માલીક છે. જેઓ નાં માધ્યમથી બાળકોને દરેક રાઇડસ માં એક્દમ મફતમાં બેસાડી બાળકોને ખૂસ કર્યા.લગભગ ૨ કલાક સુધી પોતાનો સમય આપ્યો આ સાથે તેમનો દરેક સ્ટાફ પણ આ બાળકોને ખુબજ મૉઝ મસ્તી કરાવી અને અંતમાં બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી અને દર વખત આ મેળામાં તમારે આવવાંનુજ છે એમ જણાવ્યું.આ બાળકો સાથે આજે અમારાં દાદાશ્રી વિનોદ કાકા પણ હાજર રહ્યાં.અંતે સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી વિનોદ દાદા અને પ્રિન્સિપાલશ્રી હર્ષદ ભાઈ તરફથી ઝાકિર ભાઈ,સ્ટાફગણ અને વાલીશ્રી ગણ નો આભાર વ્યકત કર્યો અને વખતો વખત આવી પ્રવૂતિ માં હાજરી આપો એવી આશા વ્યકત કરી.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply