તા. ૧૬ જુલાઈએ કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તા. ૧૬ જુલાઈ ને મંગળવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૮-૦૦ થી ૧ર-૦૦ સુધી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુકતજીવન સ્વામીબાપા તથા ગુરુપરંપરાના સદ્‌ગુરુઓની ષોડ્‌શોપચારથી પૂજા કરીને, પંચામૃત અને કેસરજળથી અભિષેક કરવામાં આવશે.તથા જનમંગલના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ સદ્‌ગ્રંથોની પારાયણ યોજાશે. ત્યારબાદ સૌ સંતો – હરિભકતો પૂજન, અર્ચન કરીને આરતી ઉતારશે. આ પ્રસંગે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીનું સન્માન કરીને તેમને ઈનામ વિતરણ કરવામાં આવશે.

૧૧-૦૦ થી ૧ર-૦૦ જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે વિષય ઉપર શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી પ્રવચન આપશે.અંતમાં મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.

ગુરુનું જીવનમાં શું મહત્વ છે. તે અંગે જણાવતા કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોના ઋણ અંગે માત્ર “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ” જ થઈ શકે. આવા “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ” નું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા.

ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો સોનેરી દિવસ. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યત્‌કિંચિત્‌ ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ.ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાં પણ કહેવાય છે.

‘ગુ’ કહેતાં અંધકાર એ ‘રુ’ કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે.

ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે. એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે – ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે. ગુરુની અમી ભરી દૃષ્ટિથી આપણી મલીનતા દૂર થઈ જાય છે. અજ્ઞાન અંધકારનો, અશક્તિનો ભરમારનો વિનાશ કરનારા અને ગુણોના ગૌરવનો વિકાસ કરનારા ગુરુ જ છે.

આપણે ગુરુની આજ્ઞામાં કેવી રીતે વર્તવુ જાઈએ તે માટે આપણા જીવનમાં એકલવ્ય ભીલકુમાર,દાનેશ્વરી કર્ણ, હરિચંદ્ર રાજા, દાદાખાચર આદિ ભકતોના જીવન પ્રકાશના પૂંજ પાથરે છે. તેમની ગુરુ વિશેની નિષ્ઠા,ગુરુ અને ભગવાનના વચનમાં તન, મન અને ધન સમર્પિત કરવાની ધગશ આપણને પ્રેરણા આપે છે. આપણે સહુ કોઈએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ગુરુ અને ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર થવું જાઈએ.

પ્રેમવત્સલદાસજી – કુમકુમ
મોં. 9898765648.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •