તણખલા ભેગા કરી પંખી સમું એક ઘર બનાવ્યું છે. બહારથી સાવ નાનું પણ અંદરથી મોટું રાખ્યું છે.- હિતેશ રાયચુરા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

તણખલા ભેગા કરી પંખી સમું એક ઘર બનાવ્યું છે.
બહારથી સાવ નાનું પણ અંદરથી મોટું રાખ્યું છે.

માળિયું, ઓટલો ને ઉંબરો તો ગામડે જ રહી ગયા,
પાણીયારા ની જગ્યાએ એક R.O લગાવ્યું છે.

તમે જ ક્યો આ ચોથા માળે ફળિયું ક્યાંથી લાવવું,
એટલે લિવિંગ રૂમમાં ફળિયા નું એક ચિત્ર ટંગાર્યું છે.

એમાં ઓશરી નથી પણ મારો આશરો બની જશે,
રસોડાનું કિચન ને વાળુ નું નામ અહીં ડિનર રાખ્યું છે.

બાલ્કની સરસ છે આવી તો ગામડે પણ નોતી હો,
હિંડોળા ની જગ્યાએ ત્યાં બિન બેગ મુકાવ્યું છે.

હવે જિંદગી આખી જશે સોરી ને થેંક્યું કહેવામાં,
ગુડ મોર્નિંગ ની જગ્યાએ મેં જય શ્રી કૃષ્ણ રાખ્યું છે.

કેમ કરી છૂટે વળગણ બાળપણ ની ગલીઓનું,
અંતર મહી મારુ ગામડુ મેં હજી પણ જીવાડ્યું છે.
*જયશ્રી કૃષ્ણ*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *