કેન્દ્રની યોજનાઓનો જિલ્લામાંસુર્દઢ અમલ કરવા વહીવટી તંત્રને જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાનો અનુરોઘ. – તસવીર વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

શનિવાર: કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જનસુખાકારી યોજનાઓનો સુચારું અમલીકરણ કરીને ગાંધીનગર જિલ્લાનો વિકાસ કરવા માટેના સુચારું આયોજન અર્થે આજરોજ જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાના અઘ્યક્ષ સ્થાને જિલ્લાના અઘિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લાના ઉપસ્થિત અધિકારીઓને કેન્દ્ર અને રાજય સરકારની તેમની કચેરી સંબંઘિત યોજનાઓનો પ્રોજેક્ટ તૈયાર કરવા જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાએ સૂચના આપી હતી. જેમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, સમાજકલ્યાણ, સમાજ સુરક્ષા, ગ્રામીણ અને શહેરી ગૃહ નિર્માણ, કૃષિ, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, વન વિકાસ, મહિલા-બાળ કલ્યાણ, સિંચાઇ અને જળ સંપત્તિ, જળ વ્યવસ્થાપન, રોજગાર અને તાલીમ, પાણી પુરવઠા, બાગાયત જેવા વિભાગો વિવિધ રાજય સરકારની યોજનાઓ સાથે સાથે કેન્દ્ર સરકારની યોજનાઓનું પણ સર્દઢ અમલીકરણ થાય તે માટે પ્રિ-પ્લાનીંગ કરીને નવા પ્રોજેક્ટનો પ્લાન રજૂ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ તમામ કચેરીઓને તેમના પ્રોજેક્ટ અંગે કોઇ પણ ચિંતા કર્યા સિવાય પ્રોજેક્ટ રજૂ કરવા અને પરિણામલક્ષી બનાવી શકાય તેવા પ્રોજેક્ટને અગ્રતા આપીને રજૂ કરવા જણાવ્યું હતું. કેન્દ્રની યોજનાઓના અમલીકરણ માટે દર મહિને સમીક્ષા બેઠક યોજવા અને તાલુકા કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવશે. તેમજ તમામ યોજનાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. ચાલું ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો સંચય કરીને ભૂર્ગભમાં ઉતારવા સીમ તળાવો, ગામ તળાવો, તેમજ ખેત તલવાડીઓ દ્વારા મહત્મ પાણીનું સંચય થાય તે માટે પાણીના આવરા, ચેકડેમ અને જુના બોરવેલ-કુવામાં પણ પાણીનો સંગ્રહ કરવા અને ગંદુ કે કેમિકલવાળું પાણી રિચાર્જ ન થાય તે જેવા ખાસ જણાવ્યું હતું.
બેઠકમાં વૃક્ષારોપણ અંગે દરેક ગામમાં લાંબા સમય સુઘી ટકી શકે તેવા પીંપળા, ખીજડા, લીંબડા, વડ જેવા વૃક્ષો વાવવા અને સામાજિક વનીકરણ સાથે સાથે પંચવટી યોજનાનો અભિગમ સાર્થક કરવા માટે પણ જણાવ્યું હતું. ચાલું વર્ષે ગ્રામ્ય કક્ષાએ ચાર લાખ રોપાઓનું ધનિષ્ઠ વનીકરણ કરવા પણ ભાર પૂર્વક જણાવ્યું હતું. ખેડૂતલક્ષી યોજનાઓમાં એ.પી.એમ.સી.ના પ્રોજેક્ટ રજૂ કરવા તેમજ સિંચાઇ યોજનાઓમાં ઓછા પાણીએ મહત્મ ઉત્પાદન મેળવવા આધુનિક સિંચાઇ પઘ્ઘતિઓનો ઉપયોગ થાય તે માટે આત્મા અને જી.જી.આર.સી ને ખેડૂતોના ખેતરમાં સ્પ્રિન્કલર સિસ્ટમ બેસાડવાના પ્રોજેક્ટ રજૂ કરવા જણાવ્યું હતું. એ જ રીતે પશુપાલન અને ડેરીના ઉધોગક્ષેત્રેમાં પણ વિકાસ થાય તે માટે દૂઘ મંડળીઓ, સહકારી મંડળીઓ તેમજ સખી મંડળોને સહાય આપવાના પ્લાન રજૂ કરવા જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનું સુર્દઢ અમલીકરણ થાય તે માટે અઘિકારીઓને અંગત રસ લઇ પરિણામલક્ષી બનાવવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી રતનકંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ, નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા સહિત જિલ્લાના અઘિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •