કવિ,મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી ‘સરોદ’,’ગાફિલ’ના ૧૦૬-મા જન્મદિનપ્રસંગે‘સુરતાનો સાદ’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

અકાદમીના અધ્યક્ષશ્રી વિષ્ણુ
પંડ્યાએ ભૂમિકા રજૂ કરી.મનુભાઈનાં જીવન વિશે શ્રી ભરત ઓઝાએ અને ‘સરોદ’નાં ગીતો-ભજનો વિશે શ્રી દલપત પઢિયારે તેમજ ‘ગાફિલ’ની ગઝલો વિશે શ્રી રાજેશ વ્યાસ’મિસ્કીન’એ વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો જવાહર બક્ષી,સતીશ વ્યાસ,લલિત ત્રિવેદી,મધુસૂદન પટેલ,પ્રતિભા રાવલ,વિપુલ આચાર્ય,ભાવેશ ભટ્ટહરીશ દ્વિવેદી,ભદ્રા સવાઈ,પ્રતાપસિંહ ડાભી,જનક દવે,અશ્વિન આણદાની,રાધિકા પટેલ અને સાહિત્યપ્રેમીઓ નિહારિકા આચાર્ય,નમર્તા શોધન,ભુપેન્દ્ર રાવલ,આભાસ કવિ,માસુંગ ચૌધરી,નીતિન પટેલ,પુનિત મોઢા,મીત સોની,માર્ગી હાથી,માધવી પંડ્યા,ઉપસ્થિત રહ્યાં હતાં.સાથે કવિ મનુભાઈ ત્રિવેદીના પરિવારજનો શ્વેતા કંથારીયા,લલિત ત્રિવેદી,મૌલેશ કંથારીયા તથા અન્ય ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •