કડી સર્વ વિશ્વવિદ્યાલય સલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા ગઈકાલે સેક્ટર-૧૫ સ્થિત ફતેપુરા પ્રાથમિક શાળાનાં બાળકો વચ્ચે જઈ ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત વિશેષ સમાચાર

કડી સર્વ વિશ્વવિદ્યાલય સલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા ગઈકાલે સેક્ટર-૧૫ સ્થિત ફતેપુરા પ્રાથમિક શાળાનાં બાળકો વચ્ચે જઈ ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરાઈ જેમા યુવાનો દ્વારા વૃક્ષારોપણનું કરી તમામ હાજર વિધાર્થીઓને ગુરુપૂર્ણિમાનો મહિમા જણાવી તેમના જોડે જીવન ઘડતરની વાતો કરી હતી અને અંતે બાળકો જોડે ગરબા રમી આનંદ કરાવ્યો હતો. કાર્યક્રમમાં વિધાર્થીઓ, શિક્ષકો, શાળાના આચાર્ય મજુલાબેન, સંજયભાઈ થોરાટ અને પ્રોફેસર ઉમેશ કોલ્હે જોડાયા હતા જેમણે ઉપસ્થિત સૌ યુવાનો નો ઉત્સાહ વધાર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રીતિ મોર્ય, પારસ રાદડિયા, હની પટેલ, પ્રણવ દેસાઈ, દીપ ભુવા, અર્ચ પ્રજાપતિ, વાલા ધર્મેશ, નરેન્દ્ર પ્રજાપતિ, ઉર્મિલા લગધીર, ધરા ગુર્જર, શ્રીનીધી રાવલ અને અન્ય મિત્રોના સહયોગથી કર્યું હતું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply