આશીર્વાદ ફોઉંડેશન દ્વારા ૧૧ ગુજરાત ના તેજસ્વી તારલોઓને ધરતી રત્ન એવોર્ડ અનાયત કરવામાં આવ્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આશીર્વાદ એડયુકેશન ટ્રસ્ટ છેલ્લા ૪૦ વર્ષ થી માનવસેવામાં સક્રિય છે ટ્રસ્ટ ની પ્રવિત્તિઓ વ્યાપ અને વિસ્તારિત પ્રભુકુપાએ વિસ્તરતો જાય છે. છેલ્લા ૨૦ વર્ષ માં કુલ ૬૦૧૭૬૭ ને ચાલુ વર્ષે ૧૧૩૪૦૦ દર્દીઓ સંસ્થાની સેવાનો લાભ લીધો છે. આશીર્વાદ એડયુકેશન ફોઉંડેશન (આશીર્વાદ એડયુકેશન ટ્રસ્ટ – સંકલિત) દ્વારા તા ૧૩ જુલાઈના રોજ ધરતી રત્ન અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૧૦ થી વધારે લોકોને આપડા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે એવોર્ડ અનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એવોર્ડ ના મુખ્ય સ્પોન્સર મોન્ટેકાર્લો લિમિટેડ ના ચેરમેન શ્રી કનુભાઈ એમ પટેલ, પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ ના ચેરમેન શ્રી પી. એસ. પટેલ સાથે આશીર્વાદ એડયુકેશન ના ટ્રસ્ટી મંડળ ના શ્રી CA આર. એસ. પટેલ(પ્રમુખ) , ડો. કિરણ સી પટેલ (એમ. એસ. ઓર્થો) અને ડો. કૃષ્ણકાંત. એમ. પટેલ (સેક્રેટરી) ઉપસ્થિતઃ રહ્યા હતા. આશીર્વાદ કમિટીના સભ્યો જેઓ સતત આ કાર્યક્રમ માં પોતાનો ફાળો આપતા હોય છે તેવા શ્રીમતી હીનાબેન જરીવાલા, CA જેનીશ જે. પટેલ, શ્રી રમણભાઈ જે. પટેલ, શ્રી ગીરીશભાઈ જે. પટેલ , શ્રી અરવિંદભાઈ એમ. પટેલ અને ડો. નવીન કે. પરીખ દ્વારા પણ આ કાર્યક્રમ માં ખુબજ સહકાર આપવામાં આવ્યો હતો.

એવોર્ડ વિશે વાત કરતા સંસ્થના પ્રમુખ શ્રી CA આર. એસ. પટેલ દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ધરતી રત્ન એવોર્ડ હમે છેલ્લા ૬ વર્ષ થી કરીએ છીએ અને આ ૭ માં વર્ષમાં પ્રારંભ કરી રહ્યા છીએ.જેઓ પોતાનું સમગ્ર જીવન નો મોટો પાયો માનવ સેવા માં અર્પણ કરે છે તેવા ૧૧ તેજશ્વિ તારલાઓને આ એવોર્ડ થી સન્માનિત કરવમાં આવશે. જેઓ એ પોતાના જીવન નો ઉદેશ માનવકલ્યાણ અને સમાજ સેવા માં અર્પણ કર્યું છે. ચાલુ વર્ષે ધરતી રત્ન એવોર્ડ માટે ૪૩ જન નામાંકન આવ્યા. કેટલાક એવા છે કે જે સંસ્થા દ્વારા નક્કી કરાયેલ માપદંડ માં ના આવે, પરંતુ તેમની સેવાની કદર કરવી પડે જ આવા વિરલોને અલગ થી અભિવાદન પત્ર મોકલી આપીએ છે, જેમને પોતાનું સમગ્ર જીવન કે જીવન જીવવાનો મોટો ભાગ ધનઉપાર્જનની આશા વગર કેવળ માનવ સેવા માં જ સમર્પિત કર્યો હોય તેમને ધરતી રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે અને રૂપિયા ૧૧,૦૦૦/- નો પુરસ્કાર તથા એવોર્ડ અર્પણ કરી સાલ ઓઢાડી તેમનું અભિવાદન કરવામાં આવે છે.
ધરતી રત્ન એવોર્ડ સાતમા સમારંભ માં પસંગી સમિતિ સભ્યો સર્વ શ્રી જસ્ટિસ જે.સી. ઉપાધ્યાય – ચેરમેન (ફોર્મર જસ્ટિસ – ગુજરાત હાઇકોર્ટ), ડો કુમારપાળ દેસાઈ (સાહિત્યકાર) , શ્રી વિદ્યુતરાય જોશી (રાજકીય વિસલેસક) દ્વારા અમારું નિમંત્રણ સ્વીકારી ધરતી રત્નોની પસંદગી નું કાર્ય સ્વતંત્ર અને સંપૂર્ણ ન્યાયી પદ્ધતિથી કરી આપવા બાદલ અમો તેમના ઋણી છીએ.
આ વર્ષના વિજતેઓ નું નામ નીચે મુજબ છે.
ધરતી રત્ન એવોર્ડ વિજેતાઓ
૧. ડો સુભાષ આર આપ્ટે
૨. શ્રી રસીકભાઇ ઈશ્વરલાલ રાવલ
૩. ડો. સુધીર ચીમનલાલ મોદી
૪. કુ. આશાબેન કિર્તીપ્રસાદ ઠાકર
૫. શ્રી નિલેશ એલ. પંચાલ
૬. શ્રી લાલજીભાઈ એમ. પ્રજાપતિ
૭. શ્રી કેશવભાઈ કે. ગોર
૮. શ્રી દેવેન્દ્રભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી
૯. શ્રીમતી ભદ્રાબેન વિક્રમભાઈ સવાઈ
૧૦. શ્રીમતી રમીલાબેન માટુલાલ ગાંધી
૧૧. શ્રી પ્રિયવદન પાનાચંદ શાહ

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •