આજના શિક્ષક કે ફક્ત નામ જ:ભાગ્યશ્રીબા વાઘેલા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ

ચાણક્ય કહેતા કે,”શિક્ષકની ગોદમાં સર્જન અને વિનાશ છે”-પણ હાલ વાતાવરણ વિરુદ્ધ છે,સર્જનની તો નથી જાણ પણ હા,એક નવજાત શિશુ ને શાળામાં પ્રવેશ કરતા પૂર્વેનું એક ફુલ સમ બાળક.બાળકની વ્યાખ્યા હવે આટલે સુધીની જ રહી છે.કારણ કે,ભુતકાળમાં થઈ ચૂકેલા અનેક મહાપુરુષોએ કહેલું કે,જ્યાં સુધી શિક્ષાનું ઝેર બાળકના મગજમાં ઠસાવવામાં નથી આવ્યું ત્યાં સુધી એ દરેક વસ્તુને,વાતને દરેક વ્યક્તિને આપણા કરતાં કંઈક વિશેષ નજરથી જુએ છે.આપણી જેમ એના મગજમાં કોઈ વસ્તુ કે વ્યક્તિને જોતા તરત જ એ ધારણા નથી બંધાઈ જતી કે ન તો બાળકને લેબલ લગાવવાની આદત હોય છે કે,આ વ્યક્તિ આવું કે તેવું.એ તો બસ મનમાં કોઈપણ ચિત્ર રચ્યા વગર એમાં અલમસ્ત થઈ જાય છે.ને પછી એનું મગજ એવી સંકુચિતતા ને બહારની વ્યવહારિક વસ્તુઓથી ભરી દેવાય છે કે,બાળક કશું નવું વિચારી જ નથી શકતું.ને આમાં કૌટુંબિક વાતાવરણ બાદ શાળાનો ક્રમ આવે છે.બાળક સ્વયં એક ભાવપૂર્ણ હુંફ ભરેલી હુંફ છે,ચાહે એ તોફાની હોય કે શાંત..પણ એ બાળક છે ને બાઈબલના રચયિતા ઈશુ મુજબ,ખુદાના દરબારમાં બાળક સિવાય કોઈને પણ પ્રવેશ નિષેધ છે.આ જ તફાવત છે કે,કદી શિક્ષક પણ એની જાત પર ઉતરી આવે છે.મારા નજીકના ય એવા ઘણા છે,હાલ નામ લઈ એમને તકલીફ ન પહોંચાડી શકું.પણ એક વાત છે કે,આજના શિક્ષકમાં ઊંડે ડૂબીને તેની માનસિકતા જુઓ ને તો એ બે જ વાતનો મહોતાજ નીકળશે એક તો પગારનો ને એક વસ્તુઓનો!દયા તો સરકાર પર આવે કે,જે શિક્ષણ ક્ષેત્રે કરોડો રૂપિયા ફાળવનાર છે.પણ આજના શિક્ષક સરકારને તો દૂર કમ સે કમ એક ઈશ્વર ના અંશ એવા બાળક પરત્વેના ભાવ ને ય વફાદાર નથી રહેતો.ઓશો જેવા કટૂ,પણ સત્યવાદીને ય આ જ એક કારણથી ભારતદેશ એમને સ્વીકારી ન શક્યો.ભારતને એ મૂઢ દેશોની યાદીમાં ગણતા.આજ ફક્ત શિક્ષક બનવા ખાતર ને નિવૃતિ બાદ કરોડપતિ થઈ સરકારના પેન્શન પર લીલા લહેર કરી ઘર ભરવા ખાતર શિક્ષક બની જવાય છે.આ કરતા તો ભારત દેશના નેતા સવાયા!ને સત્ય કહો તો ઊલટાનું આપણને જ બે-ચાર આપે..જાણે પોતે મહાજ્ઞાની હોય એમ..!જેણે પોતે કોણ છે એ નથી ખબર એ જ આજ બાળકને કહે છે કે,એનામાં કંઈ નથી.જાણે એ જ સાચો!વર્ષમાં માંડ બસ્સો દિવસ ભણાવે ને પાછા એમાંય કહે અમે કેટલું ભણાવીએ.સરકારી ફરજોમાંથી છટકબાજી તો આજના શિક્ષકોને ખુબ ભાવે.આ વાત દરેક શિક્ષક માટે નથી,એવા “અમૂક” માટે.કદાચ વાંચ્યા બાદ એમનો આત્મ જાગે તો એમના જ ભાગ્ય.બાકી તો ચાલે છે…બાળકને મા-“નવ” બનાવવાનું કાર્ય આપણા પૂજય દ્રારા.ભૂલચૂક ક્ષમા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply