અભિનવ આર્ટ સંસ્થા આર્ટ એન્ડ ક્રાફટ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

અભિનવ આર્ટ સંસ્થા આર્ટ એન્ડ ક્રાફટ વર્કશોપ નું આયોજન થયું હતું. અભિનવ આર્ટ એકેડેમી ના બાળકોએ સુંદર કલાકૃતિઓ બનાવી હતી…”રંગો ના તરંગો ” જુનિયર આર્ટિસ્ટ કેટેગરી માં અભિનવ આર્ટ સંસ્થાના પરિસર માં વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર તથા એવોર્ડ આપવામાં આવ્યા હતા.
બાળ કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું . આપ્રસંગે જરદોઝી કલા ના જાણીતા આર્ટિસ્ટ શાહિદ અન્સારી ,સી.એન.ફાઈન આર્ટ ના પ્રોફેસર શ્રી રાજેશ
બારૈયા ,આર્ટિસ્ટ અને રંગોના તરંગો ના આલેખન કર્તા જીગર કુમાર પંડ્યા ની વિશેષ ઉપસ્થિતિ હતી.
અભિનવ આર્ટ ના સંચાલક રશ્મિકા નાગર એ જણાવ્યું હતું કે ગાંધીનગર મેટ્રો દૈનિક તથા તોરણસાપ્તાહિક માં “રંગો ના તરંગો” દ્વારા ઓનલાઇન આર્ટ કોમ્પિટિશન નું આયોજન કર્યું તે બદલ અભિનંદન અને શુભેછાઓ. ગુજરાત ના કલાસર્જકો ની કલા જનતા સુઘીપહોચેં ,તેમનો પરિચય મળે ,ખાસકરીને નવોદિત કલાકારો ને મંચ મળી રહે સાથે જાણીતા ચિત્રકારો નું કામ જોઈને ,માણીને તેમની કલાકૃતિઓને ર્હદયસ્થ રાખી શકાય ,
આર્ટિસ્ટ શાહિદ અન્સારી તથા આર્ટિસ્ટ રાજેશ બારૈયા એ બાળકોને કલાવિષયક માર્ગદર્શન આપ્યું હતું. આપ્રસંગે
અભિનવ આર્ટ ના સંચાલક આર્ટિસ્ટ રશ્મિકા નાગર એ બાળકોને વિવિધ કલાકૃતિઓ નું સુંદર સર્જન કરાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ….

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •