64 મી ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પીટીશન ,શિમલામા નવજીવન શાળાના મનોદિવયાગ બાળકોનુ અદભૂત ડાન્સ પરફોર્મન્સ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

શિમલા ખાતે તા:૬ થી તા:૧૦ જૂન દરમ્યાન યોજાયેલ ઓલ ઈન્ડિયા આર્ટિસ્ટ એસોસિયેશન દ્વારા ૬૪ મું ઓલ ઈન્ડિયા ડ્રામા અને ડાન્સ કો યોજાઈ હતી. જેમાં શહેર ની નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ ડ ના મનો દિવ્યાંગ બાળકો ને પરફોર્મન્સ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્થા ના ૧૩ જેટલા મનો દિવ્યાંગ બાળકો એ shiv તાંડવ, હનુમાન ચાલીસા અને આર્મી ડાંસ ની રજૂઆત કરી હતી. આજના છેલ્લા દિવસ ના એવોર્ડ ફંકશન માં સંસ્થા ના મનો દિવ્યાંગ બાળકો ના પરફોર્મન્સ ને સ્પે. પ્રાઈઝ પ્રદાન કરવામાં આવી હતી. આ ગ્રૂપ એ સેમી કલાસિકલ, સિનિયર ગ્રૂપ કેટેગરી માં ભાગ લીધો હતો. એવોર્ડ સમારોહ માં હિમાચલ પ્રદેશ ના શિક્ષણ મંત્રી શ્રી સુરેશભાઈ ભારદ્વાજ તથા ભાભીજી ઘર પે હે સિરિયલ ફેમ રોહિત ગોર ઉર્ફે તિવારીજી તથા શિમલા શહેર ના મેયર શ્રી ઉપસ્થિત હતા. તેમણે સૌએ સ્ટેન્ડિંગ પોઝિશન માં મનો દિવ્યાંગ બાળકોને વધાવ્યા હતા અને પ્રાઈઝ અર્પણ કરી હતી. આ સ્પર્ધા માં ૨૨ રાજ્યોના ૩૮૦ ગ્રૂપ ડાન્સ પરફોર્મન્સ માટે હતા. સંસ્થા એને મળેલ આ સ્પેશિયલ પ્રાઈઝ માટે ભાગ લેનાર બાળકો અને તેમની સાથે ગયેલ શિક્ષકો શ્રી સંગીતા પંચાલ, કૃતિકા પ્રજાપતિ અને નિલેશ પંચાલ ને આભારી છે.

– શ્રી નિલેશ પંચાલ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •