સ્વાદની વાત શુ કરું તારી આગળ, તું બધી રીતે સનમ મજા ની, મીઠાં-કડવાથી અલગ તારો સ્વાદ, તારી આગળ ફીકી બધી મિજબાની, મને લલચાવે છે તારી જવાની.. હેલીક…

આંતરરાષ્ટ્રીય ભારત સમાચાર

લલચાવે છે જવાની…
તને જોતાં જ જોતી રહે છે,
નથી થાકતી જો આંખ મારી,
બીજાની તો વાત કરવી નકામી,
સ્વીકારી મેં જાતે જ હાર મારી,
મને લલચાવે છે તારી જવાની..
કુદરતે પણ કેવી કરામત કરી છે,
વિચારતી હશે આખી રાત જાગી,
હશે એ કેટલો નસીબદાર સનમ,
જેના નામે લખી છે શરણ તારી,
મને લલચાવે છે તારી જવાની..
આંખોથી લઇ પગની પાની સુધી,
હું લખું અઢળક કવિતા તારી,
તારાં વિચારે માથું ખંજવાળું,
કેવી અજબ હશે દુનિયા તારી,
મને લલચાવે છે તારી જવાની..
લઈને તું આવી નશીબ મજાનું,
કોના હાથોમાં ખુલશે ખજાનો,
તારી આગળ સોનુ લાગે માટી,
સાચે જ તું એક અજબ કહાની,
મને લલચાવે છે તારી જવાની..
સ્વાદની વાત શુ કરું તારી આગળ,
તું બધી રીતે સનમ મજા ની,
મીઠાં-કડવાથી અલગ તારો સ્વાદ,
તારી આગળ ફીકી બધી મિજબાની,
મને લલચાવે છે તારી જવાની..
હેલીક…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply