વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અંગેની લોક જાગૃતિ અર્થે યોગરથનું પ્રસ્થાન – વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગાંધીનગર: બુધવાર: યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી યોગને દુનિયામાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ પ્રાપ્ત થઇ છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મુક્યો છે. તે એક સ્વસ્થ જીવન પ્રણાલી છે. એ શારિરીક અને માનસિક સ્વસ્થતા માટે ઉપકારક છે. જીવન શૈલીને લગતા રોગોનું નિવારણ છે. તનાવ જેવી માનસિક દશામાં ઉપયોગી બને છે અને તેથી જ આજે વિશ્વભરમાં તંદુરસ્ત જીવનશૈલીના ભાગરૂપે યોગનો અભ્યાસ કરવામાં આવે છે. આવા યોગ અંગેની જાગૃતિ લાવવાના ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે આ યોગ રથને જિલ્લા કલેકટર કચેરી ખાતેથી નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા અને યોગના નોડલ અધિકારી અને નાયબ કલેકટર શ્રી એ.આર.ઝાલા, સહ નોડલ અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી ર્ડા. ભાવનાબેન પટેલના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યોગ રથ ગાંધીનગરના વિવિધ સેકટરો અને જાહેર સ્થળોએ યોગ અંગેની સમજ આપશે.Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •