ઝાઝે પૈસે તીજોરી છલકાય, હીરા મોતી કંઠે ટીંગાય, ભિતરી સુખની હોય ના પીછાણ તો શેષમાં હૈયા હોળી! ‘ભટ્ટજી’ આવું ચિતર્યા કરે ને કરે શબદ કરામત થોડી, શબદ એનો છે ધારદાર અને લાગે બંદૂકની ગોળી! – મેહુલ ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ખુદ ની મંડાઇ છે હાટ અહીં, ખુદ ની બોલાય છે બોલી,
હોય જેને જરુરત મારી તે લઇ જાય તોલી તોલી!

સુખ નામનું મૃગ સુવર્ણ , જરા તરા સૌને દેખાયા અને
હાથ ના લાગે કદી કોઇ ને, સૌ કોઇ થાકે દોડી દોડી!

માંગણ નામે મનુજ દેખાતો, પણ ઇશ્વર અંતર્ધ્યાન,
ખાલીપો બધો ભક્તને ભાગે, મઠની છલકાય ઝોળી!

સજ્જન બાપડો અધ ભુખ્યો, માંડ પામે દાળ ને રોટી,
દુર્જન બધાય અહીં મજા કરે અને જમે પુરણ પોળી!

ટોળે ટોળા ઉમટી પડે જ્યાં ખોટા શમણાં સુણવા ને,
દર પાંચ વર્ષે મુરખ બને, આ તે કેવી જનતા ભોળી!

ઝાઝે પૈસે તીજોરી છલકાય, હીરા મોતી કંઠે ટીંગાય,
ભિતરી સુખની હોય ના પીછાણ તો શેષમાં હૈયા હોળી!

‘ભટ્ટજી’ આવું ચિતર્યા કરે ને કરે શબદ કરામત થોડી,
શબદ એનો છે ધારદાર અને લાગે બંદૂકની ગોળી!

*– મેહુલ ભટ્ટ(૨૮/૫/૧૯)*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •