ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ, રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ…!!! – ડૉ . હાર્દિક નિકુંજ યાજ્ઞિક.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ..!

ફરક શું પડશે એમાં
એમની મહાનતા ને,
ચાલ ને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ….

અઝાન પછી મંદિર ને
દેવળે દેવાય,
ને મસ્જીદમાં આરતી અલ્લાહની કરી જોઈએ…,

મૂર્તિં આગળ મહોમ્મદની પછી,
થોડા ચાલીસા પયગમ્બરના કરી જોઈએ…!

શયન-મંગળા મસ્જીદને સોંપી,
નમાઝ કૃષ્ણના નામની
પઢી જોઈએ…,

જ્યાં ન હોય કોઇ બંધન ને ફતવા,
ચાલને એવો કોઇ ધર્મ જીવી લઈએ…!

ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ…!!!

*- ડૉ . હાર્દિક નિકુંજ યાજ્ઞિક*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply