એચ.એ.કોલેજમાં ટ્રાફિક અવેરનેશનો વર્કશોપ યોજાયો સ્વયં શિસ્ત વગર ટ્રાફિકના પ્રશ્નો હલ ના થઇ શકે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન સંદર્ભનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપના મુખ્ય વક્તા તરીકે ડો. કાનાબાર, ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર પરમાર, તથા તરલ બકેરી ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીના મતાનુસાર દેશમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકોના અકસ્માતથી મોત થાય છે. તેનું મુખ્ય કારણ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન હોય છે. હેલમેટ વગર વાહન ચલાવવું, શીટ બેલ્ટ વગર ગાડી ચલાવવી, વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી, રોંગ સાઈડ વાહન ચલાવવું તથા વધુ સ્પીડમાં પણ વાહન ચલાવવું એ ઘાતક સાબિત થાય છે. વાહન અકસ્માતના કારણે કેન્દ્ર સરકારને ૬૦૦૦૦ કરોડ રૂપીયાનું નુકસાન થાય છે. કોલેજનાં પ્રિન્સીપાલ ડો. સંજય વકીલે કયું હતું કે માત્ર કડક કાયદાઓથી અથવા દંડનાત્મક કાર્યવાહીથી ટ્રાફિકના પ્રશ્નો હલ નહિ થાય પરંતુ લોકોમાં સ્વય શિસ્ત આવે તેવું શિક્ષણ આપવું જોઈએ. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ટ્રાફિકના નિયમો પાળીશ તેવા શપથ લીધા હતા.

Please send your news on 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply