એકલા ચાલો રે…. સ્વ : કાજલ ઓઝા વૈદ્ય. A heavenly encounter between two virtuosos

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

મૃત્યુ પામેલી કાજલ ઓઝા વૈદ્ય, સ્વર્ગમાં પહોંચે છે… ત્યાં એની મુલાકાત થાય છે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે… કાજલ ઓઝા વૈદ્ય અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે રચાય છે સંવાદ, સંવાદમાંથી સર્જાય છે મતભેદ, વિચારભેદ…
બે તદ્દન જુદા સમયમાં, જુદી સદીમાં જીવી ગયેલા વિદ્રોહી વિચારધારા અને સામાજિક નિસબત ધરાવતા લેખકોની મુલાકાત માંથી નીપજે છે થોડું હાસ્ય, થોડો રોમાન્સ, થોડી પ્રશ્નોત્તરી- ચર્ચાઓ અને પ્રખર બુદ્ધિની તેજસ્વી દલીલો…
કમલ જોશી દિગ્દર્શિત- અભિનીત અને દેવાંગી જોશી લિખિત આ નાટકમાં ખડખડાટ હસાવતા, તો રૂંવાડા ઊભા કરી દેતા, તો રોમાંસમાં ભીંજવી દેતા, તો આંખનો ખૂણો ભીનો કરાવી દેતા દ્ગશ્યો છે..ટુંકમાં નવ રસો ની લહાણી છે આ નાટક. મનોરંજન,મનોરંજન અને માત્ર મનોરંજન.

નાટકમાં ટાગોર લિખિત વાર્તાના પાત્રો, અને કાજલ ઓઝા વૈદ્ય ના પાત્રો કલ્પનાની દિવાલ ઓળંગીને રંગમંચ ઉપર પ્રગટ થાય છે… પુસ્તકના પાના પરથી નીકળી ને જીવંત થાય છે આ પાત્રો…
કાજલ ૨૦૧૯ માં થી પૂછે છે આજ ના પ્રશ્નો, ગુરુદેવ ને..
રોબી ઠાકુર ૧૮૯૦ ના સમય માં નજર કરી ને ઉકેલે છે માનવ જીવનની રેશમગાંઠ….
બે સદી નો હિસાબ માંડે છે બેઉ જણા…
પોતપોતાની સદી માં જીવી ગયેલા બે વિદ્રોહી વ્યક્તિત્વ ટકરાય છે !
બે જુદી સદીની વ્યક્તિઓ મૂલવે છે પોત પોતાના સમયને, સમજણને અને ક્યારેક સ્વયંને પણ…
સમયને પેલે પાર ની અનુભૂતિ જેવું નાટક,” એકલા ચાલો રે…
ગુજરાતી ભાષામાં પહેલી વાર આવી સંગીતમય અને રસપ્રદ રજૂઆત કરવામાં આવી.

દિગદર્શક: કમલ જોષી.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •