અમદાવાદ પાડા ને વાંકે પખાલી ને ડામ..એક સાચા અધિકારીનો લેવાયો ખોટો ભોગ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

*અમદાવાદ* *પાડા ને વાંકે પખાલી ને ડામ..એક સાચા અધિકારીનો લેવાયો ખોટો ભોગ*

અમદાવાદ સેટેલાઇટના પીઆઇ મીનબા ઝાલા ને એક જ વિજિલન્સની રેડમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પણ આ બાહોશ અધિકારીનો વાંક શું? બસ એટલે કે એમના હાઈપ્રોફાઈલ વિસ્તારમાંથી દારૂ પકડાયો એટલે? દા.ત. કે કોઈ એમ કહે કે એક દારૂડિયાના ઘેરથી દારૂ મળ્યો તો એ નવાઈ પમાડે તેવી વાત નો કહેવાય પણ એક IAS ના ઘેરથી દારૂ મળ્યો તો એ વાત અજગતી અને આશ્ચર્યજનક લાગે. જેમને સપનામાં પણ ખબર ના હોય કે અહીં આવું બની શકે ત્યાં એક જ રેડ માં સસ્પેન્ડ કરી એજેન્સીએ શું સાબિત કર્યું એ જ ખબર ના પડી.. ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયેલ મીનાબા ઝાલાની પીઆઇ પહેલાની કાર્યશેલી અને અનુભવ જાણો તો ખબર પડે કે આવા બાહોશ કર્તવ્ય નિષ્ઠ અધિકારી ને કેમ સસ્પેન્ડ કરી દેવાય. ધારી ખાતે દારૂ અને જુગારની બદીને નાથવા આ અધિકારી PSI બન્યા ત્યારથી જ સક્ષમ રહ્યા છે. મોટા મોટા બુટલેગરોને આ અધિકારી એ ધૂળ ચટાડી ભૂગર્ભ ભેગા કર્યા છે. દારૂ અને જુગારમાં લાલ આંખ રાખનાર આ અધિકારી પોતાની એક આગવી છાપ ધરાવે છે તો પછી એક જ વાર માં આ અધિકારી સસ્પેન્ડ આવું કેમ? એક સાચા કર્તવ્ય નિષ્ઠ અધિકારીનો ખોટો ભોગ કેમ? એક નજર એમના કાર્ય શેલી અને કરેલ કાર્યોને તો જોવામાં આવે! એમનો રેકર્ડ તો ચેક કરવામાં આવે. આ એજ અધિકારી છે જેને શોપિંગ મોલ માં સિક્યુરિટીને સજાગ બનાવી. બુટલેગરો પર લગામ કસી. દારૂ જુગાર પર રોક લગાવી. તો પછી એકદમ આ અધિકારી સાથે આવુ કેમ? ખરેખર ઉચ્ચ અધિકારીઓ આ બાબતે વિચાર કરે અને વિચારે. સિક્કાની એક બાજુ ન જોતા બીજી બાજુ પણ જોવાનું રાખે. આવા સખત, બાહોશ પોલીસ અધિકારીઓની સમાજ ને સમાજના લોકોને જરૂર છે બુટલેગરોને નહીં. પોલીસ ખોટું કરે તો તરત નજરમાં આવી જાય પણ જે સારું કરતા હોય એમને પણ એક નજર એમના કાર્ય સાથે જોઈ લેવાય. સર્વે જગ્યાએ પોલીસ ખરાબ જ નથી હોતી તો જ્યારે સારી હોય તો પણ તેમનો ભોગ કેમ લેવાય એ એક પ્રશ્ન લોકોમાં બની રહે છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *