🔔 *વિશ્વ પરિવાર દિને સૂચન !*- નિલેશ ધોળકિયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આપણે સૌ કોઈ જીવન નિર્વાહ અર્થે ધંધા, રોજગાર કે વ્યવસાયમાં જે પણ કમાઈએ છીએ કે સંપતિનું નિર્માણ કરીએ છીએ તે મોટાભાગે આપણાં કુટુંબ માટે જ કરતા હોઈએ છીએ તે સ્વાભાવિક બાબત હોવાથી :

*પત્નિ, સંતાન કે વારસદારોને આપણે નીચેની બાબતે ચોક્કસ જાણકારી આપવી જ જોઈએ :*

બેંકના ખાતા તથા તેનો વહીવટ તેમજ નેટબેંકિંગનો ઉપયોગ કરતા હોઇએ તો id / password

તમામ Investments વિશે ચર્ચા & તેની બધી માહિતી

બેંક/ઈનવેસ્ટમેન્ટ/ઇન્શ્યોરંસ પોલિસી અને વારસાઈનું નોમિનેશન

ઘર, વાહન, ઉદ્યોગ, કાર્યસ્થળ, Mediclaim / investmentના કન્સલટન્ટના નામ, સરનામા, ફોન નંબર

જે તે વ્યક્તિ/ સંસ્થા સાથે નાણાંકીય લેવડ દેવડ સહિત ઉછીના રુપિયા લીધા / દિધા હોય તેંની વિગત

મિલકત મકાન/ઓફિસ વિ.ની ફાઈલ, પ્રોપર્ટી કાર્ડ અને વેરા ભર્યાની અપડેટ ઉપરાંત આઈ ટી રીટર્ન ભર્યા તેના ચલણ /કમ્પ્યુટ્શન વિશેની રજેરજની ઇન્ફર્મેશન

ઈમરજન્સીમાં જરુર પડે તો હાથવગી રકમ ક્યાંથી મળશે તેમજ પછી કોનો સંપર્ક કરવો તે

પરિવારના તમામ સભ્યોના સરકારી ઓળખપત્રો જેમ કે ચૂંટણી કાર્ડ / આધાર કાર્ડ / પાન કાર્ડ / પાસપોર્ટ, કલબ મેમ્બરશિપ, ઍસોશીએશન etc

મોટાભાગના ડોક્યુમેન્ટ ની ૪/૫ કોપી સહીઓ સાથે તૈયાર રાખવી તેમજ ખાસ પોતાની ચેકબુકમાં ૨-૩ ચેક સહી કરીને રાખવાનું ભૂલવું નહીં.

*પોતાની બિનહયાતીમાં પરિવારજનોને કોઈ અડચણ ન પડે તે રીતનું, કાયદેસરનું વિલ = વસિયતનામું અવશ્ય બનાવી રાખવું. એવા બે ત્રણ સંબંધી કે મિત્રોને આ બાબતે પહેલેથી જ માહિતગાર કરી, સંકટ સમયે આપણાં ફેમીલીને યોગ્ય તે માર્ગદર્શન તેમજ execution માટે વિશ્વાસમાં લઈ રાખવા !*

દીર્ઘાયુ સ્વસ્થ જીવનની શુભેચ્છા !

– નિલેશ ધોળકિયા ✅ 🌹🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •