વર્ષો જૂની યુરિક એસિડની સમસ્યા કેમ ન હોય, થોડા જ દિવસમાં થઇ શકે બિલકુલ સારી, આ છે કારગર ઉપાય. – ગવ્ય શ્રી વૈદ્ય બળભદ્ર મહેતા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે અમે તમારા માટે યુરિક એસિડની સમસ્યાનો ઈલાજ લઈને આવ્યા છીએ. પણ એ જણાવતાં પહેલા તમને આ સમસ્યા વિષે ટૂંકમાં માહિતી આપી દઈએ. જયારે આપણા લોહીમાં યુરિક એસિડ વધી જાય છે, ત્યારે તે આપણા સાંધામાં જઈને જમા થઇ જાય છે. અને ત્યાં જઈને તે દુ:ખાવાની સાથે સાથે સોજાનો પર્યાય બને છે. આ પરિસ્થિતિને Gout કહેવામાં આવે છે.

અને મોટાભાગના કેસમાં આની અસર મુખ્ય રૂપથી પગ અને હાથના સાંધા પર વધારે પડે છે. ભોજનમાં પ્રોટીન વધારે લેવા પર પગ અને હાથના સાંધા પર સોજો વગેરે થાય છે. જેનાથી દુ:ખાવો પણ વધે છે. એવામાં આજે અમે તમને એના પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે આ રોગ પર ફક્ત 5 દિવસની અંદર જ નિયંત્રણ મેળવી શકો છો.

જણાવી દઈએ કે, એના માટે સૌથી પહેલા દર્દીએ પોતાનું પંચકર્મ કરાવી લેવું જોઈએ. કારણ કે પંચકર્મ કરાવવાથી શરીરની બધી ગંદકી મળ-મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. એવામાં શરીરના 90 ટકા રોગ ફક્ત પંચકર્મથી જ દૂર થઇ જાય છે. આ ખુબ સરળ વિધિ છે, જે આયુર્વેદ કેન્દ્રોમાં પર કરવામાં આવે છે. આના પછી તમારે જે 5 દિવસ સુધી કરવાનું છે તે છે વ્રત.

મિત્રો આનો અર્થ એવો નથી થતો કે તમે કઈ પણ ખાવો પીવો નહિ. તમારે ફક્ત અનાજ, દૂધ અને દાળનું સેવન કરવું નહિ. આની જગ્યા પર તમે પોતાની દિનચર્યા અમારા કહેવા અનુસાર કરશો, તો તમને આનું પરિણામ 5 દિવસમાં જ દેખાવા લાગશે. તો આવો જાણીએ એના વિષે.

તમે સવારે શૌચ પછી એક ગ્લાસ દૂધીના રસમાં 50 મિલી. આંબળાનો રસ મિક્ષ કરીને પીવો. આના અડધા કલાક સુધી કાંઈ પણ ખાવા પીવાનું નથી. આના પછી એક ગ્લાસ નવશેકા પાણીમાં એલોવેરા જેલ મિક્ષ કરીને પીવો.

તમે સવારના નાસ્તામાં એક ગ્લાસ નારંગી (મોસંબી, કિન્નુ, માલ્ટા) વગેરેનું રસ પીવડાવો. આમાં તમે સિંધવ મીઠું મિક્ષ કરી શકો છો. અને આના એક કલાક પછી જેટલું થઇ જશે એટલું પાણી ધીમે ધીમે પીવો. નારંગીનું જ્યુસ સાંધામાં સંગ્રહિત યુરિક એસિડને મિક્ષ કરીને પાછું લોહીમાં નાખી દે છે. જ્યાંથી તે કિડની દ્વારા ફિલ્ટર થઇને શરીરથી બહાર નીકળે છે.

તેમજ બોપોરે ફરી એક ગ્લાસ નારંગીનો રસ સિંધવ મીઠું મિક્ષ કરીને પીવો. ક્યારે પણ જો તમને કંઈક ખાવાનું મન કરે તો સલાડ વગેરે ખાઓ. અને રાત્રે પણ આવું પાછું કરો.

બીજા દિવસોમાં તમે લીંબુ પાણી પીવો અને એમાં 1 ચપટી મીઠો સોડા મિક્ષ કરીને જરૂર પીવો. આમાં પણ ફક્ત સિંધવ મીઠું મિક્ષ કરો સાકર નહિ. અને આખા દિવસ દરમ્યાન વધુમાં વધુ પાણી પીવો. તમે જેટલું પાણી પી શકો છો, તેના બે ગણું પાણી પીવો. તમે બોપોરે છાસ પણ પી શકો છો.

જણાવી દઈએ કે, યુરિક એસિડને શરીરમાંથી બહાર કાઢવા માટે વિટામિન સી ખુબ ઉપયોગી છે. તો આ દિવસોમાં જેટલો થઇ શકે એટલો વધારે વિટામિન સી નો ઉપયોગ કરો. તમે આંબળા કોઈ પણ રૂપમાં ખાઓ તો ચાલશે. તે કૈંડી, પાઉડર કે મુરબ્બાના રૂપમાં તમે લઈ શકો. અને રાત્રે ઊંઘવાના સમયે ફરી એક ગ્લાસ ગરમ પાણીમાં 50 મિલી. એલોવેરા મિક્ષ કરીને પીવો. આવું કરવાથી તમને વધારે નહિ પણ ફક્ત 2 દિવસમાં ફરક દેખાવા લાગે છે. અને હા પણ આટલા દિવસ પ્રોટીન વાળી વસ્તુઓથી દૂર રહેવાનું છે. જેમ કે દૂધ, પનીર, દાળ વગેરે.

આ દિવસોમાં તમે ફળ આખો દિવસ ખાઓ અને એની સાથે તમે સફરજન, આંબળા, કોબીજ, ગાજર, કાકડી, ટામેટા, સિમલા મરચા, બીટ, પેરુ, ચેરી, પપૈયું વગેરે ફળો ખાઈ શકો છો. આની સાથે અળસી અને અખરોટનું સેવન પણ કરો. આ પાંચ દિવસોમાં દરરોજ ઓછામાં ઓછું 1 કિલો પપૈયા ખાવાનું છે. જો પપૈયું ના મળે તો પપૈયાના પાંદડાનો રસ એક કપ દિવસમાં બે વાર જરૂરી પીવો જોઈએ.

મિત્રો, આશા કરીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલ જાણકારી તમને સારી લાગી હશે. જો તમે પંચકર્મ કરી શકો નહિ તો પહેલા બે દિવસ ફક્ત ગરમ પાણી પીવો અને રાત્રે ઊંઘવાના પહેલા એક ગ્લાસ ગરમ દુધમાં 5 મિલી એરંડીનું તેલ મિક્ષ કરીને પીવો. જેનાથી તમને ઝાડા થઇ શકે છે, અને આ રીતે તમારા શરીરમાં જામેલ બધી ગંધ બહાર નીકળી જશે. જો તમે આનો પૂરો ફાયદો ઉઠાવવા માંગો છો, તો પંચકર્મ જરૂર કરાવો. તમે પોતે જ બે ચાર દિવસમાં દુ:ખાવાથી નહિ પરંતુ અનેક બીમારીઓથી મુક્ત થઇ જાય છે.

*યુરિક એસિડની સમસ્યામાં પરેજી :*

આ પ્રયોગમાં પરેજી ઉપર જણાવેલ છે તે કરતા જ રહો, સાથે ચા, સાકર અને દાળ ક્યારેય ખાવી નહિ.

*એસીડીટીનો મૂળમાંથી નિકાલ લાવવો છે, તો છાસમાં આ વસ્તુ નાખીને પીવો, રામબાણ ઉપાય છે.*

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને છાસનો એક એવો ઉપાય જણાવવાં જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી એસીડીટીની સમસ્યાનો નિકાલ લાવી શકશો.

આમ તો ગરમીના દિવસોમાં ધોમધખતા તાપમાં લોકોને ઘણા પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. એવામાં જો તમે રોજ દહીને વલોવીને એની છાસ બનાવીને તેનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે અમૃત સમાન હોય છે. અને એની ખાસ વાત તો એ છે કે, જો તમે ખાધા પછી છાસ પીવો છો તો તેનાથી તમને સાંધાના દુ:ખાવામાં પણ રાહત મળશે. જણાવી દઈએ કે, છાસ જે શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે, તે આપણા શરીર માટે બીજી ઘણી રીતે ફાયદાકારક પણ છે.

મિત્રો આપણા અનિયમિત જીવનધોરણ અને ખાવા પીવાની ખોટી ટેવોને કારણે ઘણા લોકોને ખોરાકના પાચનને લગતી તકલીફો રહેતી હોય છે. અને તેનાથી બચવા માટે પોતાના ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ બધી સમસ્યામાં છાસ ઘણી ઉપયોગી નીવડે છે. તો આજે અમે તમને છાસના કેટલાક એવા ગુણ જણાવીશું, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નહી હોય.

એસીડીટી મટાડે : જણાવી દઈએ કે છાસમાં ખાંડ, કાળા મરી અને સિંધવ મીઠું ભેળવીને દરરોજ પીવાથી એસીડીટી મૂળમાંથી મટી જાય છે.

કબજિયાત દુર કરે : મિત્રો કબજિયાતમાં છાસનું સેવન કોઈ અમૃતથી ઓછુ નથી હોતું. એટલે કબજિયાત થાય ત્યારે છાસમાં અજમો મેળવીને પીવાથી થોડા જ દિવસોમાં આ સમસ્યાથી રાહત મળે છે. પેટની સફાઈ માટે ગરમીમાં દહીંમાં ફુદીનો મેળવીને લસ્સી બનાવીને પીવો.

કોલેસ્ટ્રોલ : જણાવી દઈએ કે, દરરોજ એક ગ્લાસ છાસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે, અને હાર્ટ એટેક આવવાનો ભય પણ ઓછો થઈ જાય છે.

શરીરને વિટામીન પુરા પાડે : છાસમાં વિટામીન સી, એ, ઈ, કે અને બી હોય છે. જે શરીરના પોષણની જરૂરીયાતને પૂરી કરે છે.

લૂ થી બચાવે : ગરમીના લીધે કોઈ શારીરિક સમસ્યા હોય, અથવા પછી લૂ લાગી હોય ત્યારે છાસનું સેવન સૌથી સારું રહે છે. તે ઠંડી પ્રકૃતિની હોય છે એટલે તમારી રક્ષા કરે છે.

આંખો માટે ફાયદાકારક : જો તમને ગરમીમાં આંખોમાં બળતરા થતી હોય, તો તમે દહીંની મલાઈને પાંપણ પર લગાવી શકો છો. તેની સાથે જ જો તમે છાસનું દરરોજ સેવન કરો છો તો તમને એમાં રાહત થશે.

પાચનક્રિયા સુધારે : જણાવી દઈએ કે, જે લોકોને ખાવાનું સરખી રીતે ના પચવાની ફરિયાદ હોય છે, તેમણે દરરોજ છાસમાં વાટેલા જીરાનું ચૂર્ણ, કાળા મરીનું ચૂર્ણ અને સિંધવ મીઠું સમાન માત્રામાં મેળવીને ધીમે-ધીમે પીવું જોઈએ.

હાડકાં મજબુત કરે : છાસમાં બાકીના તત્વોની સાથે-સાથે કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે, જે હાડકાને મજબુત બનાવવાનું કામ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

*🙏સૌજન્ય 🙏*

*વેદ આર્યુવેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર અને પંચગવ્ય રિસર્ચ સેન્ટર સાવરકુંડલા અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •