રવિવારના રોજ અમદાવાદમાં “કનો યોર અમદાવાદ”નામના ગ્રુપ દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

રવિવારના રોજ અમદાવાદમાં “કનો યોર અમદાવાદ”નામના ગ્રુપ દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. “માણેકથી લઈને માણેક”સુધીની વોકમાં કુલ 11 લોકોએ ભાગ લીધો હતો.આ વોકની વિશેષતામાં લોકોએ ન જોયેલી જગ્યાઓ જેમકે સિદ્ધિક કોટવાલની દરગાહ હોય કે અહમદશાહની રોયલ મસ્જિદ હોય,ભદ્ર ફોર્ટનાં ઇતિહાસની વાત હોય કે સર ચીનુભાઈ બેરોનેટની વાત હોય. આ ન જાણેલી વાતોને વાર્તાના ફોર્મમાં રજુ કરવામાં આવી હતી જેથી અમદાવાદીઓ અમદાવાદને વધુ સારી રીતે ઓળખી શકે અને જાણી શકે.આ વૉકની શરૂઆત માણેક બુરજથી થઇ હતી જ્યાં અમદાવાદની પહેલી ઈંટ મૂકવામાં આવી હતી અને માણેક ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.આ વોકને લીડ પાર્થ શર્માએ કરી હતી જેઓ છેલ્લા એક મહિનાથી અમદાવાદ પરના ઇતિહાસ અને વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તેનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમણે આ વોકનું આયોજન કોઈપણ જાતની ભાવના વગર નિસ્વાર્થ ભાવે અમદાવાદીઓની જાગૃતિ વધે તે હેતુસર આયોજિત કરી હતી.દર રવિવારે કનો યોર અમદાવાદ ગ્રુપ વિવિધ થીમ પર વોકનું આયોજન કરતુ રહેશે જેમાં ફૂડ વોક પણ હશે તથા ફોટો વોક પણ હશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •