જે ઉમેરે જગ આખાને સંગઠન ને સમાજે, છેલ્લે એ પાયો જ ધરબાઈને બાદ થાય છે. *-મિત્તલ ખેતાણી.રાજકોટ,

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

*કંઈ જોઈતું નથી તેને બધું પ્રાપ્ત થાય છે.*

જે પ્રતિષ્ઠા ત્યજે છે તે ખ્યાત થાય છે.
કંઈ જોઈતું નથી તેને બધું પ્રાપ્ત થાય છે.

સહી ક્યાં શકે સમક્ષ કોઈ સૂર્યનો પ્રકાશ ,
સારાનાં અસ્ત માટે આખી નાત થાય છે.

જો કહો કોઈને કે રાખજો આ ખાનગી,
તે વાતની પછી ચોરે ને ચૌટે વાત થાય છે.

એને કાં ગોતો મંદિરે ને મસ્જિદે વિશ્વની,
ઈશ્વર તો માંહ્યલાં માં જ સાત થાય છે.

પારકાંને ક્યાં સમય કે રસ પારકી પંચાતે,
સ્વજન ને મિત્રો સાથે જ વિવાદ થાય છે.

જે ઉમેરે જગ આખાને સંગઠન ને સમાજે,
છેલ્લે એ પાયો જ ધરબાઈને બાદ થાય છે.

*-મિત્તલ ખેતાણી.રાજકોટ,

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply