ઓલ્વેઝ બી યોર સેલ્ફ !!! – હિતેશ રાઈચુરા

ગુજરાત ભારત સમાચાર

ઉકરડાને વધતાં વાર ન લાગે તેમ જીંદગીમાં ખરાબ સંગ અને વિચારો કરતા રહ્યા તો જીંદગી ને ઉકરડો થતા વાર ના લાગે અને પછી તો જેમ જમાનામાં થાય છે એમ ઉકરડો તો જાહેર કહેવાય…
બધાય એનો કચરો હાલતા-ચાલતા નાખતા જાય …
માટે ધ્યાન રાખવું….
કારણ કે નારીયેળીના બાગને વધતા વર્ષો વહી જાય છે અને ઉકરડો દિવસોમાં બની જાય છે દોસ્ત…
ચોખાનો કંકુ સાથેનો મેળ તો ગૌરવપ્રદ બને છે પણ ચોખાને
મગની સાથે ગોઠવી દેવામાં તો ખીચડી બની જાય છે એ યાદ
તો ખરું ને ???
લોકોના હૃદય જીતવા અને એમાં સ્થાન પામવા માટે પોપ્યુલર થવું કે પોતાની જાતને બદલવું જરૂરી નથી…
તમે જેવા છો એવા રહેશો તો આપોઆપ લોકોની નજરમાં આવશો અને હૃદયમાં સાચું સ્થાન પામશો…
કારણ કે આજના જમાનામાં જે વ્યક્તિ જેવો છે એવો રહે છે એ જ અલગ છે અને એજ માણસ લોકોના હૃદયમાં સ્થાન પામે છે..
કહેવાય છે કે એરીસસ્ટોટલે એશી વર્ષની ઉમરે વાંસળી શીખવાનું શરુ કર્યું હતું તો એમને એ રીતે શીખતા જોઈ ને કોઈ કે પૂછ્યું આટલી ઉમરે વાંસળી શીખતા તમને શરમ નથી થતી ?
એરીસસ્ટોટલે કહ્યું” ના ” શરમ તો મને બીજા કોઈને હું વાંસળી વગાડતા જોતો અને મને આવડતી નહોતી ત્યારે થતી હતી ‘
ઓલ્વેઝ બી યોર સેલ્ફ !!!
– હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •