ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, અમદાવાદીઓને મળશે ગરમીથી રાહત

સમાચાર

છેલ્લા ઘણા સમયથી
રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી છે.
આ વચ્ચે હવામાન વિભાગે આજ અને
આવતીકાલ એમ બે દિવસ માટે
બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને કચ્છ
જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની
આગાહી કરી છે. જેના કારણે
અમદાવાદમાં ગરમીનો પારો ગગડીને નીચો
આવે તેવી શક્યતા છે. મંગળવારના રોજ
સુરેન્દ્રનગર (41.8°C) બાદ અમદાવાદ
(41.5°C) રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •