આમ તો ઘણાં સુખી છે અહીં.: હેલીક

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

નાખુશ રેખા…
એ મારાં હાથની નાખુશ રેખા,
તું ક્યારે ખુશીમાં ફેરવાઈશ,
માનસિકતા બંધાઈ એક ખોટી,
એનો ક્યારે ચૂરો બોલાવીશ,
આમ તો ઘણાં સુખી છે અહીં,
જેના બે હાથ પણ નથી,
એ સત્ય હોવા છતાં પણ,
એ ક્યારે દુનિયાને સમજાવીશ,
ઘણીવાર તું દુઃખનું કારણ,
અને સુખનું ભારણ બને છે,
તું અંધશ્રદ્ધાનું એક ઉદાહરણ,
એમાંથી ક્યારે બહાર લાવીશ,
હેલીક…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply