ભગવાન પરશુરામનું પ્રાગટ્ય :

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ભગવાન પરશુરામનું પ્રાગટ્ય :

“આશ્ચસ્થામા બલિવ્યાસો હનુમાંનશ્ચ વિભીષણ:|
કૃપ: પરશુરામશ્ચ સપતૈતે ચિરજજીવિન:||”

ઋષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમાં પુત્ર તરીકે વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)ના રોજ ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામનું અવતરણ થયું હતું તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે અને હૈહવકુળનો (ક્ષત્રિય કુળ) નો નાશ કરનારા છે તેઓએ પૃથ્વી ને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી. ભગવાન પરશુરામનું જન્મસ્થળ મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્ચર પાસે ગણવામાં આવે છે.

પરશુરામ ભગવાનની જન્મ કથા:

પ્રસિધ્ધ ઋષિ ભૃગુના પુત્ર ત્રુષિ રુચિકા હતાં જેમના લગ્ન ચંદ્રવંશના ગઘી નામના રાજાની પુત્રી સત્યવતી સાથે થયા હતાં. સત્યવતી પણ પૂર્ણ નિષ્ઠાથી પતિ સાથે આશ્રમની કુટિરમાં જીવન જવતાં હતાં પરંતુ તેને કાયમ એક ચિંતા રહેતી. ત્રુષિ એ પોતાની પત્નીને પરેશાન રહેતી જોઈ કારણ પૂછ્યું ત્યારે સત્યવતી એ જણાવ્યું કે, ‘તેમના પિતાને એકય પુત્ર ન હતા તેમનાં પછી તેમનું સામ્રાજ્ય કોણ સંભાળશે એ વાત થી હું વ્યથિત છું.’

ત્રુષિએ સતયવતીને પોતાના તેજોબળથી બે ઔષધીઓ બનાવીને આપી અને કહ્યું એક તારી માતાને આપજે જેથી તેમને એક શક્તિશાળી યોધ્ધા પુત્ર થશે અને બીજી ઓષધિથી મહાન ત્રુષિનો જન્મ થશે. સત્યવતીની માતાને ત્રુષિ રુચિકા પર વિશ્વાસ ન હતો એમને શંકા હતી કે દિકરીની ઔષધિ વધુ બળવાન હશે માટે તેણે ઔષધિ બદલી નાંખી. થોડા સમય બાદ ગઘીની પત્નીને એક પુત્ર થયો જેનું નામ કૌશિકા પડયું. કૌશિકાએ કામધેનું ગાય માટે ત્રુષિ વશિષ્ઠ સાથે યુદ્ધ કર્યું જેમાં તે હારી ગયો જેથી કૌશિકા પોતાનું રાજપાટ ત્યાગીને સાધુ બનવાનું પ્રણ લીધું. કઠોર તપસ્યા અને ત્રુષિ રુચિકાના તેજોબળથી શક્તિશાળી બૃહુત્રુષિ વિશ્વામિત્ર બન્યા. બીજી તરફ જમદગ્નિએ જોયું પોતાની પત્નીના ગર્ભમાં ત્રુષિની દિવ્ય જ્યોતિ ન દેખાય જેથી કંઈક ખોટું થયાની જાણ પત્નીને કરી. પત્નીએ માતા દ્વારા ઔષધિ બદલી નાંખવાની જાણ થતા અત્યંત દુ:ખી થઈ અને પોતાના પતિને મારા ગર્ભમાં રહેલ બાળક એક યોધ્ધા નહીં પરંતુ આપણા જેવો જ ત્રુષિ ગુણ વાળો પુત્ર જન્મે એવી આજીજી કરી ગર્ભ બદલી નાંખવા જણાવ્યું. ત્રુષિ રુચિરાએ પત્નીને કહ્યું, “જો તું કહે છે તો હું એવું કરી શકું છું જેથી એ યોધ્ધા ન બને પરંતુ આ શકિત હું તેની આગળની પેઢીમાં મોકલી શકું છું. જો તારો પુત્ર નહીં તો પૌત્ર કોઈ એક તો યોધ્ધા બનશે જ.” સત્યવતી પૌત્રમાં આ શકિત પરિવર્તન કરવાની સહમત થઈ અને જમદગ્નિ નામનો પુત્ર અવતર્યો. જે તપોબળથી મહાન સંન્યાસી બન્યાં જેઓ સંસારના સપ્તરષિૅ ઓમાંના એક માનવામાં આવે છે. ત્રુષિ રુચિકાના કથન મુજબ એમની શકિતબળનો અંશ એમની પછી ની પેઢીમાં જોવા મળવાની હતી જેને કારણે જમદગ્નિ અને રેણુકાના પાંચમાં સંતાન રૂપે ભગવાન પરશુરામનો જન્મ થયો અને જેઓ ત્રુષિ રુચિકાની પોતાના પિતામહની શક્તિથી સંસારના સૌથી મહાન યોધ્ધા બન્યાં. આ ઘટના પાછળ ભગવાન વિષ્ણુની જ એક લીલા માનવામાં આવે છે પોતે જ છઠ્ઠા અવતાર તરીકે સંસારના અહંકારી રાજાઓને સમાપ્ત કરવા અને તેમના દંભ પાખંડને દાભવા જ ભગવાન પરશુરામનો અવતાર થયો હતો.

જમદગ્નિ અને રેણુકાના પુત્ર તરીકે તેમનું નામ રામ પડયું હતું પરંતુ પોતાના પિતા પાસે ધનુરવિધા પ્રાપ્ત કર્યો બાદ તેમના જ માર્ગદર્શનથી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. ભગવાન શિવે વરસો પછી દર્શન આપી વર માંગવા કહ્યું ત્યારે તેમની પાસે અસ્ત્ર શસ્ત્રો માંગ્યા. ભગવાન પરશુરામને એ માટે પોતાની ક્ષમતા સાબિત કરવા કહ્યું અને પૃથ્વી પર દાનવ અને દૈત્યોનો ત્રાસ વર્તાતો હતો તે દૂર કરવા કહ્યું અને રામે ત્યારે એકલા હાથે બધા દૈત્યોનો સંહાર કર્યો આ સંહારલીલામાં તેમનું શરીર ઘવાયું હતું. આ જોઈ ભગવાન શિવ પ્રસન્ન થયાં અને જેટલા ઘાવ ઝિંલયાં તેટલી જ વધુ શકિત પ્રદાન કરી હતી અને દિવ્ય અસ્ત્ર શસ્ત્રો પ્રદાન કર્યા. જેમાં શિવ ધનુષ અને પરશુ મુખ્ય અસ્ત્ર હતાં. પરશુ રામને ખૂબ જ વહાલું હતું તે હંમેશા તેમની સાથે રહેતું હતું જેથી સંસારમાં જમદગ્નિના પુત્ર રામ પરશુરામ તરીકે સ્થાપિત થયાં અને મહાન શિવભકત કહેવાયાં.

ભગવાન પરશુરામના જીવન રહસ્યો:

1). પરશુરામ અને ગણપતિ વચ્ચે યુદ્ધ :
એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પહોંચ્યા ત્યારે શિવજી ધ્યાન મગ્ન હતાં. ગણેશજી એ પરશુરામને પિતાની સમાધીમાં ભંગ ન પડે એ હેતુથી શિવજી પાસે જવા ન દીધાં તે વાતથી ક્રોધિત પરશુરામે તેના અત્યંત પ્રિય પરશુથી ગણેશજી પર વાર કર્યો. આ અસ્ત્ર શિવજી એ આપ્યું હોવાથી પિતાનો વાર ખાલી જવા દેવાં માંગતા ન હતાં તેથી તે વાર ગણેશજીએ પોતાના દાંત ઉપર જીલી લીધો જેના કારણે દાંત તૂટી ગયો. આ ઘટના માતા પાર્વતી સાંભળતાં ક્રોધાયમાન બની પરશુરામને શ્રાપ આપ્યો તને ક્ષત્રિયોના વધથી તેમના રકતથી કદી સંતોષ થશે નહીં ત્યારે ગણપતજીએ માતાને શાંત પાડ્યાં હતાં આ જોઈ પરશુરામ પ્રસન્ન થઈ ગણપતીને પોતાનું પ્રિય અસ્ત્ર પરશુ ભેટમાં આપી એકદંત નામ આપ્યું.

2). માતાનો વધ:
એકવાર પરશુરામના માતા સ્નાન કરી આશ્રમ તરફ ફરી રહ્યાં હતાં ત્યારે રાજા ચિત્રરજ પણ જળ વિહાર કરી રહ્યા હતાં. રાજા અને રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો. એ આશ્રમમાં પહોંચ્યા પછી જમદગ્નિને રેણુકાના મનની વાતની જાણ થતાં ક્રોધિત થઈ પોતાના પુત્રોને માતાનો શિરોચ્છેદ કરવાનો આદેશ આપ્યો. પરંતુ માતૃ પ્રેમને કારણે એક પુત્ર એ ન કરી શક્યાં જેથી જમદગ્નિ ગુસ્સે ભરતાં બધાં પુત્રોને જડ કરી દીધાં. પરશુરામને આજ્ઞા કરી તો તરત જ પોતાના પરશુથી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાંખ્યું આ જોઈ જમદગ્નિ પ્રસન્ન થયાં અને વર માંગવા કહ્યું તો પરશુરામે પ્રથમ વર માં જ પોતાની માતાને ફરી જીવિત કરવાનું અને ભાઈઓને ફરી જીવંત કરવાનું કહ્યું અને તે વાતનું તેઓને જ્ઞાન ન રહે તેવું વરદાન માંગ્યું. આમ તેમણે પિતૃધર્મ, માતૃધર્મ, અને માતૃધર્મ નિભાવ્યો.

૩). કર્ણને આપેલ શ્રાપ:
ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે તેમનો તાપ ખૂબ ઓછા વ્યક્તિઓ સહન કરી શકી છે જેમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, અને કર્ણનો સમાવેશ થાય છે. કર્ણને સુતપુત્ર તરીકે પોતાનો શિષ્ય બનાવ્યો હતો. એકવાર પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખીને સૂઈ ગયાં. તે સમયે કર્ણને કોઈક જીવજંતુ પગમાં ડંખ મારવા લાગ્યું પરંતુ ગુરુજીની ઊંઘમાં વિધ્ન ન આવે તેવા વિચારે દર્દ સહન કરતો રહ્યો. ઊંઘમાંથી પરશુરામ ઉઠયાં ત્યારે જોયું અને સમજી ગયા કે આ સહનશક્તિ સુતપુત્રની ન હોય કોઈ ક્ષત્રિયની જ હોય ત્યારે પરશુરામ ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે મારી શિખવેલી શસ્ત્ર વિધાની તારે જયારે જરૂર પડશે ત્યારે જ ભૂલી જવાશે. આમ પરશુરામ ભગવાનના શ્રાપને કારણે કર્ણનું મૃત્યુ થયું હતું.

૪). કામધેનું ગાય પાછી લાવ્યાં:
પૃથ્વી પર સહસ્ત્રાર્જુન નામે રાજા હતો. તે ખૂબ શક્તિશાળી હતો ભગવાન દત્તાત્રેય પાસેથી એક હજાર હાથનું વરદાન મળ્યું હતું જેને કારણે તેને પોતાની શક્તિનું ખૂબ અભિમાન આવી ગયલું. વરૂણ દેવે સહસ્ત્રાર્જુનનું આ અભિમાન જોઈને કહ્યું, ‘તમારા કરતાં પૃથ્વી ઉપર વધુ શકિતશાળી યોધ્ધા છે. જેનું નામ પરશુરામ છે.’ આ સાંભળી મનમાં ક્રોધ સાથે પરશુરામને શોધવા તેના આશ્રમમાં પહોંચી ગયાં જ્યાં પરશુરામ હાજર ન હતાં. તેમના પિતા જમદગ્નિ અને માતા રેણુકાએ રાજાનું સ્વાગત કર્યું અને ભાતભાતના ભોજન /પકવાન જમાડયાં. રાજાને આ આશ્ચર્ય થયું કે ત્રુષિના આશ્રમમાં આટલા પકવાન કઈ રીતે શકય છે..! ત્યારે જમદગ્નિ પાસેથી પોતાની પાસે કામધેનું ગાય હોવાની વાત જાણી જે બધી ઈચ્છાઓ પૂર્ણ કરતી હતી. આ વાત જાણી લાલચથી પ્રેરાય ત્રુષિની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી કામધેનું ગાયને પોતાની સાથે લઈ ગયો. પરશુરામે આશ્રમમાં આવી વાછરડાઓને દુ:ખથી વિલખતા જોયા અને માતા પાસે આખી ઘટના સાંભળી તે ગુસ્સે ભરાયાં અને ત્યારે જ પ્રણ લીધું કે પુરા ક્ષત્રિય વંશનો નાશ કરી દેશે. પોતાના અસ્ત્ર શસ્ત્રો લઈ સહસ્ત્રાર્જુન સાથે ભયંકર યુધ્ધ કર્યું. શિવના આશિર્વાદ હોવાથી પરશુરામજીએ સહસ્ત્રાર્જુનો વધ કર્યો ને કામધેનું ગાયને તેની કેદ માંથી છોડી પરત લઈ આવ્યાં.

૫). એકવીસ વાર પૃથ્વી ક્ષત્રિયો વિહોણી બની:
સહસ્ત્રાર્જુનો પુત્ર હૈહયરાજ પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા વ્યૂહ ધડી રહ્યો હતો. તેમાં એક દિવસ જમદગ્નિના આશ્રમમાં તેમના એક પણ પુત્ર હાજર ન હતાં તેવા સમયે આવીને જમદગ્નિનો વધ કરી નાખ્યો. ભગવાન પરશુરામ આશ્રમમાં પ્રવેશતાં જ પિતા ના ધડને પડેલું જોયું અને માતાને આક્રંદ કરતી જોઈ ખૂબ જ ક્રોધાયમાન બની પોતાના અસ્ત્ર શસ્ત્રો વડે હૈહયરાજ અને તેના દશ હજાર ભાઈનો વધ કરી નાંખ્યો. આ રીતે ભગવાન પરશુરામે એકવીસ વખત અભિમાની અને ઘમંડી દુરાચારી ક્ષત્રિયોનો નાશ કર્યો. જેથી પૃથ્વી ક્ષત્રિયો વિહોણી બની હતી.

અંતમાં ભગવાન પરશુરામજીએ પિતૃઓની આકાશવાણી સાંભળીને ક્ષત્રિયો સાથે યુદ્ધ કરવાનું છોડી દઈને તપસ્યા કરતાં ધ્યાનમાં લીન બની ગયાં. રામાવતરમાં રામચંદ્રજી દ્રારા શિવ ધનુષને તોડવામાં આવ્યું ત્યારે સમાધિમાંથી જાગીને આવ્યા હતાં. તે સમયે પરીક્ષા લેવા પોતાનું ધનુષ રામચંદ્રજીને આપ્યું જ્યારે રામે ધનુષની પ્રત્યનચા ચઢાવી દીધી તો પરશુરામ સમજી ગયાં કે રામ પોતે વિષ્ણુના અવતાર છે માટે તેમની વંદના કરી તપસ્યા માટે ચાલી ગયાં હતાં. ફરી એકવાર રામચંદ્રજીની પરીક્ષા લેવા પરશુરામ અયોધ્યા ગયાં હતાં. અને જ્યાં રામચંદ્રજીને પોતાની સાથે યુદ્ધ કરવા લલકાર્યા હતાં. ભગવાન રામે જ્યારે વિષ્ણુના બાણને પ્રત્યનચા પર ચઢાવી દીધું ત્યારે તેનો વાર કરવો જરૂરી હતો જેથી એ બાણ દ્વારા પરશુરામનું બધુ તેજ/બળ અદ્રશ્ય થઈ ગયું. અને ત્યારે રામ ભગવાને પરશુરામને દિવ્ય દ્રષ્ટિ આપી પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું ત્યારે બોલ્યાં, ‘હે રામ તમે ચોક્કસપણે વિષ્ણુ જ છો.’ ત્યારે અહેસાસ થયો કે યોધ્ધાઓ અને રાજાને જ સમાપ્ત કરવા આવશ્યક નથી. ભગવાન રામને મળ્યા પછી પરશુરામજી એ મનુષ્ય જીવન છોડી દીધું અને મહેન્દગીરી પર્વત ઉપર તપમાં લીંન બની ગયા પછી ક્યારે પાછા આવ્યાં નથી. પરશુરામ અમર છે. ભાગવતમાં ભગવાન પરશુરામ શ્રીકૃષ્ણને એમ કહ્યું છે કે, ‘લીલાઓ બહુ જ કરી લીધી હવે જે કાર્ય માટે પૃથ્વી પર આવ્યા છો તે પૂર્ણ કરો.’ આમ યુગે યુગે ભગવાન પરશુરામ પોતાના પૃથ્વી પર હોવાના પુરાવા પૂરા પાડે છે.

કળિયુગમાં પણ માનવામાં આવે છે કે પૃથ્વી પર જીવંત છે અને પોતાનું યુધ્ધ કૌશલ્ય કલ્કિને શીખવાડી રહ્યાં છે જે આ કળિયુગના અંતમાં પૃથ્વી પર અવતાર લેવાના છે. તો આવા વીર બ્રાહ્મણ આજ્ઞાંકિત પિતૃભકત, માતૃભકત, અને ભાતૃભકત એવાં નીડર તેજસ્વીવાન બળવાન અભિમાની ક્ષત્રિય રાજાઓને જડમૂળથી ઉખેડનાર ભગવાન શ્રી પરશુરામજી ના ચરણ કમળમાં શત્..શત્..નમન સાથે હર હર મહાદેવ…. જય પરશુરામ.

@પ્રીતિ જે ભટ્ટ… (નવસારી)
Pjbhatt1025@gmail.com.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply