તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના નીલકંઠ વાસુકિયાએ જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી.તસવીર – વંદના નીલકંઠ વાસુકિયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પીટલમા બાલ સેવા કેન્દ્રના બાળકોને ફ્રુટ બિસ્કીટનુ વિતરણ કરી ઉજવણી કરાઇ

સામાન્ય રીતે લોકો દ્વારા મોલ, હોટલ કે મલ્ટીપ્લેક્સમાં પરીવાર સાથે જઇને પોતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને પરીવાર, મિત્રો સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ફરજ બજાવતા નીલકંઠ વાસુકિયાના અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લેખક અને પત્રકારત્વ સાથે સંકળાયેલા નીલકંઠ વાસુકિયા ના જન્મદિવસ નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પીટલમા બાલ સેવા કેન્દ્રના બાળકોને ફ્રુટ બિસ્કીટનુ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ ના લેખક નીલકંઠ વાસુકિયા દ્વારા ગુજરાતના અનેક અખબારો અને વેબસાઈટ પર દર બુધવારે પ્રેમની વસંત બારેમાસ નામની કોલમમાં અવનવી પ્રેમ કહાની લખવામાં આવી રહી છે જે વાચકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply