ઠકકરબાપાનગર ટ્રાફિક પોલીસ પોઇન્ટ પર માત્ર પોલીસ કર્મચારીઓને “પેક છાશ” વિતરણ કરવા એક નાનું આયોજન કરાયું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ગ્રુપમાં જોડાયેલ સેવાધારી વ્યક્તિ સાથે સુદામા દ્વારા
આજે શનિવાર તા ૧૩।૪।૨૦૧૯ ના રોજ બપોરે ૧૨ કલાકે ઠકકરબાપાનગર ટ્રાફિક પોલીસ પોઇન્ટ પર માત્ર પોલીસ કર્મચારીઓને “પેક છાશ” વિતરણ કરવા એક નાનું આયોજન એપ્રોચ, ઠક્કરબાપાનગર, નેશનલ હાઇવે ખાતે કરાયું હતું જેમાં સ્થાનિક પોલીસ અધિકારી ઉપસ્થિત રહયા હતા
આ વિચારધારા આપનાર ગેવરીયા પરસોત્તમભાઈ શ્રી ને પુષ્ટિ પ્રેરી અને સમાજ ના નાગરિક દાયિત્વ વિભાવનાને સકારાત્મક ઊર્જા આપી ધન્ય બની ગયા.
ધોમધખતા તાપમાં ડામરના રોડ પર સતત ખડેપગે ઉભા રહીને આપણી ટ્રાફિક વ્યવસ્થા સુપેરે સંભાળી રહેલા સૌ પોલીસ -TRB અને હોમગાર્ડ કર્મચારીઓને “મસાલાવાળી છાશ” પેક સ્વરૂપમાં નાગરિક દાયિત્વ ભાવે સ્મિત સાથે આપવાનો એક નવતર અભિગમ #રામનવમી થી #રથયાત્રા (અષાઢી બીજ) સુધી દરરોજ બપોરે નિશ્ચિત કરેલા ટ્રાફિક પોઇન્ટ પર આપવા પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ.
આ અંગે જરૂરી માહિતિ અને વ્યવસ્થાપન અંગે સૌ સ્વયંસેવક ભાઈઓ અને પ્રેરક વિચારદાતા #શ્રીપરસોત્તમભાઇ ગેવરિયા સહિત સિની. પોલીસ અધિકારી-DCP (અમદાવાદ પૂર્વ- ટ્રાફિક) શ્રી અશ્વિનભાઈ ચૌહાણ IPS અને ACP શ્રી R R Singhaal (અમ.પૂર્વ ટ્રાફિક )સમેત સ્થાનિક વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવી હતી તે કાર્યક્રમમાં #પ્રાઈમ સેવા ગ્રુપ બાપુનગરના સૌ સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયેલ આમ નૂતન વિચારને પુષ્ટિ આપવા આજે વિવિધ ક્ષેત્રના વ્યક્તિ વિશેષ પધારી સુદામાની ઉર્જા વધારી નવું જોમ પૂરું પાડ્યું હતું…

TejGujarati
 • 25
 •  
 •  
 •  
 •  
 •  
  25
  Shares
 • 25
  Shares

Leave a Reply