સોલંકી કાળ નુ રુદ્ર મહાલય સિધ્ધપુર, रूद्र महालय सिद्धपुर

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આ મહાલય ઇસ ૧૧૦૨માં બનાવ્યો અને ઇસ ૧૩૬૫માં તેણે તોડી પાડવામાં આવ્યો.વિધર્મી આક્રમણકારો એ આ એક ઐતહાસિક ઈમારતને તોડીને નષ્ટ કરી હતી.અને નરસંહાર કર્યો હતો.
જે ૧૧ માળનો હતો,
૧૬૦૦ થાંભલાઓ હતાં,
૧૬ બારણાઓ હતાં,
૧૦૦૦ શિવલીંગો હતાં,
અને ૧૦૦૦ ઘંટો હતાં જે બધાં એક સાથે વાગતા. આ રુદ્રમાળ મહારાજ સીધ્ધરાજ જયસિંહે બંધાવેલો. મહાદેવના મંદિરની નજીક હતો એટલે એનું નામ રુદ્રમાળ રાખવામાં આવ્યું છે. અહીનું શિવલિંગ રાજા શિરોહીણ તેને પોતાના સામ્રાજ્યમાં લઇ ગયો અને તેને એક નવું નામ આપ્યું શરણેશ્વર મહાદેવ
રુદ્રમહાલય મંદિર એક ખંડિત મંદિર સંકુલ અને પ્રાચીન સ્થાપત્ય છે. તેનું બાંધકામ ઇ.સ. ૯૪૩માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું અને ૧૧૪૦માં રાજા સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું.
રૂદ્રમહાલય-ગુજરાતના સ્થાપત્યની, શિલ્પની તથા ભવ્ય ધર્મસ્થાનો ઊભા કરવાની પ્રેરણા મૂળરાજે આપી છે.અત્યંત ત્રુટિત સ્થિતિમાં પણ રાજા મૂળરાજે બંધાવેલા મહાલયોના જે અવશેષો હજી છે તે જોતા રાજા મૂળરાજની ઉત્કૃષ્ટ કલ્પના તથા એ કલ્પનાના બળથી ગુજરામાં સ્થાપત્યના અપૂર્વ ઉત્કર્ષનો આરંભ કેવા વેગથી થયો હતો તે સમજાય છે. 40 વર્ષ પછી દેલવાડા (આબુ) માં બંધાવેલા ગુજરાતના સ્થાપત્યના કિર્તિસ્તંભરૂપ વિમલશાનાં મંદિરની અતિ રમણીય તથા મહાભવ્ય સ્થાપત્યકલાના વિકાસનો પ્રાંરભ રાજા મૂળરાજના વખતમાં જ થયો છે.રાજા મૂળરાજે પાછલી અવસ્થામાં પોતાની શિવભક્તિના બાહ્ય ચિહ્નોના શિખરરૂપે સિદ્ધપુરમાં રૂદ્રપ્રસાદ અથવા રૂદ્ર મહાલય બંધાવવાની શરૂઆત કરી.

સિદ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવવાની શરૂઆત તો તેણે વહેલી કરેલી હતીં પરુંતુ દેશ સર કરવાના તથા રાજ્યનાં બીજા નાના મોટા કામોમાં આ વિશાળ યોજાનાવાળું રૂદ્રમહાલયનું કામ રાજા મૂળરાજની હયાતિમાં પૂરુ ન થઈ શક્યું. મંદિરમાં દેવી પ્રતિષ્ઠા રાજા મૂળરાજના સમયમાં જ કરવામાં આવી હતી. કારણ કે વિ.સ. 1043માં રૂદ્રમહાલય દેવને પૂજીને મૂળરાજે દાન આપ્યાનું એક તામ્ર લેખમાં લખ્યું છે.પણ મહાલય અધૂરો હતો.પાછળથી બેદરકારીને લીધે બીજા કારણોથી મહાલયના કેટલાક ભાગો પડી ગયા હશે. લગભગ પોણાબસો વર્ષ પછી રાજા સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરના રૂદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કર્યો.રાજા સિદ્ધરાજે કદાચ નવેસરથી મોટા પાયા ઉપર આ મંદિર આખું ફરી બંધાવ્યું હશે. વિ.સ. 1199 માં રાજા સિદ્ધરાજના મરણ વખતે રૂદ્રમહાલયનું કામ ભાગ્યે જ પૂરૂ થયું લાગે છે.

રૂદ્રમહાલયની વિશ આલતાની યથાર્થ કલ્પના આજે આવવી મુશ્કેલ છે, પણ એના ખંડેરની જે નિશાનીઓ હજી સુધી જીવતી છે તે ઉપરથી 300 ફુટ લાંબા તથા 230 ફુટ પહોળા મંદિરના આંગણાની વચ્ચે બે કે ત્રણ માળનું મંદિર હતું, જેની સામે 50 ફુટ ચોરસ સભામંડપ હતો. આ સભામંડપને ચારે દિશાએ ચાર દ્વાર હતા. મુખ્ય મંદિરની આસપાસ અગિયાર નાના મંદિરો હતાં.ચોકમાં મંદિરની નાની નાની ઓરડીઓ હશે અને પૂર્વ દિશામાં મુખ્ય દ્વારથી સરસ્વતીના પાણી સુધી

કર્નલ ટોડ તથા બીજા ઈતિહાસકારોના કહેવા પ્રમાણે તથા શક્ય પુરાવાને આધારે જાણી શકાયું છે કે આશરે
ઈ.સ.૯૮૩ માં રુદ્ર મહાલયનું બાંધકામ શરૂ થયું.ચૌદ
વર્ષ માં એ બાંધકામ પુરું થયું નહીં. અને એ અધુરું રહેલું કામ રાજા સિદ્ધરાજે વિક્રમ સવંત ૧૨૦૨ ના મહા મહિનાની અંધારી ચોથને દિવસે પુર્ણ કર્યું.કર્નલ ટોડને આ
બાબતના બે લેખો મળ્યા હતા.વિક્રમ સંવત ૧૦૪૩ માં
રુદ્ર મહાલયના દેવને પુજીને રાજા મુળરાજે દાન આપ્યાનો એક તામ્રપત્ર મળ્યો છે.રાજા મુળરાજ પછી પોણા બસ્સો વર્ષ સુધી અધુરું રહેલું મંદિર નું કામ રાજા સિદ્ધરાજ જયસિંહજી મહાશ્રમે પુરું કર્યું.છતા પણ અવશેષો અભ્યાસ ઉપરથી રાજા મુળરાજદેવની કલ્પના નો શિલ્પમય રુદ્ર મહાલય પુરો થયો હશે કે નહીં એ શંકાસ્પદ છે.
હાલમાં રુદ્ર મહાલય ના કેટલાક અવશેષો તૂટેલા રહી ગયેલા ઉભા છે.આ અવશેષો ઉપર થી રુદ્ર મહાલય ની ભવ્યતાનો ખ્યાલ આવી શકે એમ નથી. પણ
બચેલા ભાગ ઉપસતું શિલ્પ એ જમાનામાં શિલ્પ સ્થાપત્ય ના ઉત્તમ દર્શન કરાવે છે.
આજે તો એ ખંડેર અવસ્થામાં છે અને બિલકુલ નાશ પામેલો છે. છતા પણ જોવાં જેવો તો છે જ અત્યારના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરીએ આજ નામની એક સુંદર ઐતિહાસિક નવલકથા પણ લખી છેજે વાંચવા જેવી છે આભાર…

જય માઁ ક્ષેમ કલ્યાણી
જય સોમનાથ મહાદેવ
જય ચાલુક્ય રાજ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *