ભાજપા દ્વારા તારીખ ૨૪ થી ૨૬ માર્ચ, ૨૦૧૯ દરમ્યાન ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

ભાજપા દ્વારા તારીખ ૨૪ થી ૨૬ માર્ચ, ૨૦૧૯ દરમ્યાન ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી – મહેસાણા અને સાબરકાંઠા લોકસભા બેઠકો પર ઉપસ્થિત રહેશે
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી – સુરેન્દ્રનગર, વડોદરા અને પોરબંદર બેઠકો પર ઉપસ્થિત રહેશે
કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી સુરેશજી પ્રભુ અને શ્રી પરશોત્તમભાઇ રૂપાલા રાજકોટ ખાતે તથા
શ્રી મનસુખાભાઇ માંડવીયા આણંદ અને ભરૂચ ખાતે ઉપસ્થિતિ રહેશે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ – મહેસાણા, પાટણ અને જામનગર ખાતે ઉપસ્થિત રહેશે
ભાજપા પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઇ પંડયાએ જણાવ્યુ હતુ કે, આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તારીખ ૨૪ થી ૨૬ માર્ચ, ૨૦૧૯ દરમ્યાન ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપા દ્વારા ‘‘વિજય સંકલ્પ સંમેલન’’ નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન સમાન ‘‘ન્યુ ઇન્ડિયા’’ના નિર્માણમાં ભાજપાની સાથે સાથે લોકભાગીદારીને પણ સાંકળી શકાય તેવા હેતુસર, ‘‘મેરા દેશ બદલ રહા હૈ’’ની લોકભાવના ઉજાગર કરવા આ વિજય સંકલ્પ સંમેલનમાં બૂથ લેવલના કાર્યકર્તાઓથી શરૂ કરીને તમામ શ્રેણીના હોદ્દેદારો, માનનીય મંત્રીશ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ તથા સમર્થકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવાં ૨૬ લોકસભામાં ભાજપને વિજયી બનાવવાં ગુજરાતની જનતા અડીખમ ઊભી રહેશે તેવો વિશ્વાસ છે.
આ વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તારીખ ૨૪ માર્ચ, ૨૦૧૯ના રોજ મહેસાણા ખાતે, તારીખ ૨૬ માર્ચ, ૨૦૧૯ના રોજ સાબરકાંઠા લોકસભા બેઠકો પર, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી તારીખ ૨૪ માર્ચના રોજ સુરેન્દ્રનગર, વડોદરા અને પોરબંદર લોકસભા બેઠકો પર, જ્યારે કેન્દ્રીય મંત્રીશ્રી સુરેશજી પ્રભુ રાજકોટ ખાતે, કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા સુરત, બનાસકાંઠા અને રાજકોટ લોકસભા બેઠકો પર તથા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા જુનાગઢ અને ભરૂચ લોકસભા બેઠકો પર અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તારીખ ૨૪ માર્ચના રોજ મહેસાણા, ૨૫ માર્ચના રોજ પાટણ અને ૨૬ માર્ચના રોજ જામનગર લોકસભા બેઠકો પરના વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ ઉપરાંત માન.મંત્રીશ્રીઓ અને પ્રદેશના હોદ્દેદારશ્રીઓ જે તે લોકસભામાં વિજય સંકલ્પ સંમેલનોમાં ઉપસ્થિત રહેશે તેમ શ્રી ભરતભાઇ પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  • 6
  •  
  •  
  •  
  •  
  •  
    6
    Shares
  • 6
    Shares

Leave a Reply