ધોરાજી શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી બગડતા પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે જાબાજ ઓફિસર જોષીની કરાઈ નિમણૂંક. – રશમીન ગાંધી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ધોરાજી : ધોરાજી ખાતે છેલ્લા થોડા સમયથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હોવાથી શહેરમાં કડક અને બાહોશ પોલીસ અધિકારીની નિમણૂંક જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે. ધોરાજી શહેરમાં લાંબા સમયથી પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે જગ્યા ખાલી હોવાથી આ જગ્યા પર ટૂંક સમય પહેલા એલ એલ ભટ્ટ ની નિમણૂંક કરાઈ હતી. જેમણે શહેરમાં ટ્રાફિક સમસ્યા સહિત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ દુરસ્ત કરી હતી જોકે આનંદ મેળાના પ્રકરણમાં તેઓને સસ્પેન્ડ કરાતા પોલીસ ઈન્સ્પેકટરની જગ્યા ફરી ખાલી પડી હતી આ દરમિયાન ધોરાજી શહેરમાં દારૂ અને ટ્રાફિક સમસ્યા ઉપરાંત ખનીજચોરી એ માજા મુકતા શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હતી. હાલમાં ધોરાજીના મેળાના મેદાન વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ અને બાળકો દારૂની બંધી સામે પોલીસ મથકે આવી ઉગ્ર રજૂઆતો કરી હતી આ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતા રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી ધોરાજીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવા સી.આઈ.ડી ઈન્ટેલિજન્સ વિભાગમાં ફરજ બજાવતા યુવાન અને બાહોશ પોલીસ અધિકારી વી.એચ જોષીની ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નવનિયુક્ત કરવામાં આવી છે. ધોરાજી શહેરમાં નિયુક્તિ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ.જોષી ને ધોરાજી શહેરમાં દારૂ ખનીજ ચોરી અને ટ્રાફિકની સમસ્યા હલ કરવાના મુખ્યત્વે પડકારો રહેશે એક તરફ લોકસભાની ચૂંટણીની કામગીરી અને ફરજો ઉપરાંત શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવા અંગેની જવાબદારી વિશેષ રહેશે ત્યારે ધોરાજીમાં દારૂ ખનીજચોરી અને ટ્રાફિકની સમસ્યા તાકીદે હલ થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

(તસવીર રશમીનભાઈ ગાંધી)

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *