ગાંધીનગરમાં પ્રથમ વખત મોસમની હાઇએસ્ટ ગરમી નોંધાઇ હતી. તાપમાનનો પારો ૪૦.૫ ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીમાં શેકાયાં – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

હોળીનો ભડકો શમ્યા પછી તા
મંગળવારે ગાંધીનગરમાં પ્રથમ વખત છે
મોસમની હાઇએસ્ટ ગરમી નોંધાઇ હતી. તાપમાનનો પારો ૪૦.૫ ડિગ્રીએ વા
પહોંચતા લોકો ગરમીમાં શેકાઇ
ગયા હતાં અને ઉનાળાની
આકરી ગરમીનો પ્રથમ વખત અહેસાસ કર્યો હતો. આજે માર્ચ મહિનાનો સૌથી ગરમ દિવસ પુરવાર થયો હતો.
ઉનાળાની ગરમી હવે તેનો અસલ મિજાજ દેખાડવા માંડી છે. આગામી દિવસમાં ઉનાળો કાળઝાળ ગરમી ઓકવાનું શરૂ કરે તેવી શક્યતા સ્થાનિક
હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

જેથી માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલના આરંભના દિવસો વધુ આકરા પુરવાર થઇ શકે છે. સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર મંગળવારે ગાંધીનગર શહેરના તાપમાનમાં વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન ૪૦.૫ ડિગ્રી અને લઘુત્તમ ૧૯ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ઘટી
રહેલા ભેજની સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં હવેઉત્તરોત્તર વધારો થઇ રહ્યો
છે. જે આગામી દિવસોમાં તાપમાનના મહત્તમ પ્રમાણમાં વધારો નોંધાવાનો વર્તારો હવામાન ખાતા દ્વારા કરાયો છે. જોકે આ શહેરમાં વૃક્ષોની હારમાળાના કારણે ગાંધીનગર ગ્રીન સિટી તરેકી ઓળખાય છે.
તેમ છતાં ગાંધીનગરમાં અમદાવાદ કરતા વિપરીત હવામાન જોવા મળે છે.
વૃક્ષોની સંખ્યા વધારે હોવા છતાં અમદાવાદ કરતાં ગરમીમાં વધારો અનુભવાતો હોય છે અને ઠંડીનો આંકડો પણ રાજ્યના અન્ય શહેરો કરતા નીચો જતો હોય છે.

https://www.facebook.com/Tej-GujaratiCom-2245785718988889/

TejGujarati
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares
 • 14
  Shares