કોઈપણ સ્ત્રીને આવા શબ્દો ક્યારેય ના કહેવા, હ્રદયસ્પર્શી સ્ટોરી : કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

મિત્રો દીકરા દીકરી એક સમાન ના ગમે તેટલા નારા લાગે પરંતુ પરંતુ સમાજમાં જોઈએ તેટલી સ્થિતિ હજુ સારી થઈ નથી. 21 મી સદી ના સમાજ માં પણ ૧૮મી સદીના રિવાજો ચાલી રહ્યા છે. દરેક ખરાબ પરિસ્થિતિ માટે મહિલાને જ ખરાબ ગણવામાં આવે છે .

અમદાવાદનો 21 વર્ષ નો ધરમેશ ભણી-ગણીને નાનું કામ કરતો હતો. તેના લગ્ન સુરતની શીતલ સાથે નક્કી થયા હતા. શીતલ ભણેલી-ગણેલી હતી. બંને લગ્નના પહેલા પણ એકબીજાને મળ્યા હતા. ફોન પર વાતો પણ કરતા હતા. શીતલ જ્યારે લગ્ન પહેલા પોતાના સાસરે અમદાવાદ જતી ત્યારે સાસુ સહિત નણંદ સુધી પણ બધા જ તેને મીઠા આવકાર આપતા હતા. શીતલને આ પ્રેમની જરૂર હતી.

2012માં લગ્ન લેવાયા બાદ શીતલ પરણીને પોતાના ઘરે આવી ગઈ હતી. ધર્મેશ ની આવક બહુ વધારે ન હતી. શીતલ ઘરમા નાનું-મોટું સિલાઈ નું કામ કરી લેતી. શીતલ ના આવા કામથી અને સ્વભાવથી ઘરના બધા જ ખુશ હતા. શીતલ રોજેરોજ સુરતની અવનવી વાનગીઓ બનાવીને બધાને જ જમાળતી હતી. જેમ જેમ દિવસો જતા રહ્યા તેમ તેમ તેને દીકરો આપવાની વાત કહીને તેને સતાવતા હતા. શીતલને એમ હતું કે થોડી પરિસ્થિતિ સારી થાય પછી બાળક વિશે વિચાર કરીશું. આમ પણ લગ્નને હજુ એક વર્ષ પણ થયું નથી. તેથી શીતલ વિચારતી કે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારવું નથી. જેમ સમય જતો હતો તેમ તેમ પરિવારના સભ્ય સહિત ધર્મેશ પણ શીતલ પર શંકા કરવા લાગ્યો.

શીતલ ને સાત વર્ષે પણ સંતાનનું સુખ ન મળવાથી પરિવારજનો તેને માનસિક દુઃખ આપતા. શીતલ પરણીને ગયા પછી ઘર ને માંડ માંડ કરીને ચલાવતી હતી. સુરત કોઇ પ્રસંગ હોય અને શીતલને જવાનું થાય તો સાસુ સહિત ધર્મેશ પણ તેને એક રૂપિયો પણ આપતા નહોતા. શીતલ પોતાના ભાગ્યને દોષ વગર પોતાના પિયરીયાના પ્રસંગો સાચવી લેતી હતી. શિતલ કોઈ દિવસ પોતાના પિયરમાં સાસરિયામાં અપાતા ત્રાસ વિશેની વાત નહોતી કહી.

એવામાં તમે છે એક વખત શીતલના મેડિકલ રિપોર્ટ કરાવ્યા ડોક્ટરે કહ્યું કે શીતલ ના બધા જ રિપોર્ટ નોર્મલ છે. ત્યારે ડોક્ટરે ધર્મેશ ને કહ્યું કે હવે ધર્મેશ ના રિપોર્ટ કરી લઈએ. ત્યારે ધર્મેશ એ પોતાના રિપોર્ટ ન કરાવ્યા. બાદમાં ગુસ્સો કરી શીતલ પર વધુમાં વધુ ઉશ્કેરવા લાગ્યો. નાની-નાની વાતમાં ધર્મેશ હાથ ઉગામી લેતો અને ક્યારેક તો ખૂબ જ મારી પણ લેતો હતો.

શીતલ બધું જ સહન કરી લેતી પરંતુ ધર્મેશ ની સાથે હવે તેનો આખો પરિવાર તેને સતાવવા લાગ્યો હતો. બધા જ તેને મેણા મારતા હતા કે તું વાંઝણી છે. જયારથી તારા પગલા પડયા ત્યારથી અમારો પરિવાર બે પાંદડે થયો નથી. તેઓ આવું કહીને વારંવાર બધા જ લોકો શીતલને અપમાનિત કરતા હતા.

લગ્નના સાતમા વર્ષે આ રીતે સાસરિયામાંથી આપણને માનસિક તથા શારીરિક ત્રાસ મળતા હતા. દીકરો નો આપી શકતી શીતલને હવે સાસરીયા વાળાએ દહેજ ની વાત પર સતાવવા લાગ્યા. શીતલ ના સસરા એ તેને કહ્યું કે ધર્મેશ ના ધંધા માટે બે લાખ રૂપિયાની જરૂર છે તો તું તારા પિયર પાસેથી લઈ આવ. શીતલ એ કહ્યું કે મારા પિયરયા પાસે પણ એટલી આવક નથી તો હું ક્યાંથી પૈસા લાવુ. શીતલ ના માતા પિતા પણ થોડા સમય પહેલાં જ અવસાન પામી ચૂક્યા હતા. શીતલ બધું જ સહન કરી લેતી પરંતુ એકવાર પણ કહેતી નહીં કે તમે તમારા દીકરા નો રિપોર્ટ પણ કરાવી લ્યો.

શીતલ ની હેરાન ગતિ વધવા લાગી હતી અમદાવાદમાં રહેતા તેના નણંદ એક વખત ઘરે આવ્યા. સમગ્ર પરિવારે શીતલને મેણા ટોળીયા માર્યાની સાથે માર ઝુડ પણ કરી હતી. શીતલ માટે આ બધું જ અસહ્ય થઈ ગયું હતું.

આખરે તેણે મહિલા હેલ્પલાઇન પર ફોન લગાવીને સમગ્ર હકીકત નું વર્ણન કર્યું. પોલીસે પણ શીતલ ની મદદ કરી. પોલીસવાળા હોય તેને પિયર મોકલી દીધી. તેના ભાઈઓએ તેને કહ્યું કે તું શું કામ આટલા વર્ષ સુધી અમને કર્યા વગર દુઃખ સહન કરતી રહી. શીતલ ની ફરિયાદ કર્યા બાદ તેનો પતિ સહિત સાસરિયાં આ બધા જ લોકો જેલ માં ખસેડાયા. શીતલ પોતાના પિયરમાં પોતાની ખરાબ જૂની યાદો ને યાદ કર્યા વગર નાનું-મોટું કામ કરીને પોતાનું જીવન ચલાવી રહી છે.

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share